બનાસકાંઠાઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી (Heavy Rain in Banaskantha) રહી છે. અહીં ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી અને બાલારામ નદીમાં ભારે પૂર (Flooding in rivers of Banaskantha) આવ્યું હતું. આના કારણે સતત દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટી (Dantiwada Dam surface) 582 ફૂટે પહોંચી હતી.
બનાસ અને બાલારામ નદી બની ગાંડીતૂરહવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) પ્રમાણે, જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. તો આ તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા નદી અને બનાસ નદી ગાંડી બની હતી. 5 વર્ષ બાદ ભારે વરસાદના કારણે આજે બનાસ નદીમાં પાણીની સપાટી (Dantiwada Dam surface) સતત વધતી ગઈ હતી. આથી નદી તેમ જ આજુબાજુના વિસ્તારોમાં લોકોને નીચાણવાળા વિસ્તારોમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી.
દ્રશ્યો નિહાળવા લોકોની ભીડ ઉમટી આ તરફ પાણીનો પ્રવાહ સતત વધતા મહાદેવના મંદિર સુધી નદીનું પાણી પહોંચ્યું હતું. આ દ્રશ્યો નિહાળવા માટે આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો નદીના બ્રિજ પાસે પહોંચ્યા હતા. ગઈકાલે વહેલી સવારથી જ નદી 2 કાંંઠે વહેતી હતી. આના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
5 વર્ષે આવ્યું પાણી બીજી તરફ બાલારામ નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. બાલારામ નદી પણ 5 વર્ષ બાદ 2 કાંઠે વહેતી થતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. જિલ્લાની જીવાદોરી સમાન આ બંને નદીઓમાં ભારે પાણી આવતા દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવક (Dantiwada Dam surface) વધી રહી છે.