અંબાજી આબુ રોડ પંથકમાં અનેક નદી નાળાનાં પાણી સમુદ્રની જેમ ઉછાળા મારી રહ્યા છે. અંબાજીથી 10 કિલોમીટર દૂર સુરપગલા ગામે કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતા 15 થી 20 જેટલા માણસો બંને કાંઠે ફસાયેલા જોવા મળ્યા હતા.
અંબાજી પંથકમાં ભારે વરસાદ, અંતરિયાળ વિસ્તારના લોકો ફસાયા
અંબાજી: ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ વરસાદનુ પ્રમાણ વધારે છેે. અનેક વિસ્તારોમાં નદીનાળાં જીવંત બન્યા છે. ત્યારે અંબાજી પંથકમાં શુક્રવારે વરસેલા 4 ઇંચ વરસાદના પગલે તેલિયા નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે.
અંબાજી પંથકમાં ભારે વરસાદના પગલે અંતરીયાળ વિસ્તારના લોકો ફસાયા
અંતરિયાળ વિસ્તારના ગામોમાં જવાનો રસ્તો પણ બંધ થઇ જવાથી કેટલાક લોકો જીવનના જોખમે નદીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. જોકે આ કોઝવે ઉપર અવારનવાર વરસાદી પાણીના ભારે વહેણ આવતા અનેકવાર રસ્તો બંધ થઇ જવાના પ્રશ્નો સર્જાયે છે, તેવામાં કોઈ દર્દીને હોસ્પિટલ લઇ જવો હોય, તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે .જેથી આ વિસ્તારના લોકો આ કોઝવે પર પુલ બનાવી પ્રશ્નનો કાયમી હલ કરવા માગ કરી રહ્યા છે.