ગુજરાત

gujarat

ETV Bharat / state

જિલ્લામાં ભારે વરસાદે સર્જ્યો વિનાશ, માલસામાન પાણીમાં તરતો થયો - ડીસાથી થરાદ હાઇવે

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પરિસ્થિતિ બેકાબૂ બની છે. ડીસામાં ખાબકેલા 11 ઇંચ વરસાદે અનેક ગામડાઓમાં ભારે તબાહી સર્જી છે. જેમાં માલગઢ ગામે પણ ધોધમાર વરસાદ થતાં ખેતરો અને ઘરો બેટમાં ફેરવાઈ ગયા છે. વરસાદી પાણી એ કેવી તબાહી સર્જી છે. તે આ ડ્રોન કેમેરાના વીડિયો પરથી જાણી શકાય છે. Heavy rain in Banaskantha, Torrential rain in Malgarh village

જિલ્લામાં ભારે વરસાદે સર્જ્યો વિનાશ, માલસામાન પાણીમાં તરતો થયો
જિલ્લામાં ભારે વરસાદે સર્જ્યો વિનાશ, માલસામાન પાણીમાં તરતો થયો

By

Published : Aug 17, 2022, 9:55 PM IST

બનાસકાંઠાડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં (Heavy rain in Banaskantha) સતત 12 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ડીસામાં પણ પાંચ 11 જેટલો વરસાદ (Heavy rain in Deesa) ખાબક્યો હતો. મેઘ તાંડવથી ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ડીસા તાલુકાના માલગઢ ગામમાં (Torrential rain in Malgarh village) પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

ડીસા તાલુકાના માલગઢ ગામમાં પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

માલસામાન પાણીમાં તરતો થયોમોંઘવારીની મારથી પીડાતા ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ એકવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માલગઢના પરબડી વિસ્તારમાં (Parbadi area of Malgarh) લોકોના ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘુસી જતા ઘરવખરીનો સામાન, પશુઓ અને ઘાસચારો સહિત તમામ માલસામાન પાણીમાં તરતો થઈ ગયો હતો.

આ પણ વાંચોRain in Banaskantha જિલ્લામાં થઇ સાર્વત્રિક મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોની હાલાકી વધી

ખેડૂતો અને પશુપાલકોને નુકસાન મોંઘા ભાવે બિયારણ (Seeds at expensive prices) લાવી વાવેતર કરેલા ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન (Loss of lakhs of rupees to farmers) વેચવાનો વારો આવ્યો છે. માલગઢના પરબડી વિસ્તારમાં લોકોને કેટલું નુકસાન થયું છે. તે ડ્રોન કેમેરાના વિડીયો અને ફોટા પરથી જાણી શકાય છે. અસરગ્રસ્ત લોકોની માંગ (Demands of affected people) છે કે ભારે વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું છે ત્યારે સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ.

મોંઘવારીની મારથી પીડાતા ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ એકવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

મામલતદાર દ્વારા અપીલભારે વરસાદથી ડીસા અને લાખણી તાલુકાના ગામોમાં જળશંકટની સ્થિતિ સર્જાઇ છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધુ હોવાથી નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તેમજ સતત સંપર્કમાં રહેવા ડીસા મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

માલગઢના પરબડી વિસ્તારમાં લોકોને કેટલું નુકસાન થયું છે

અતિવૃષ્ટિનો માહોલ સર્જાયોરાજ્યના હવામાન વિભાગ તરફથી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હજુ પણ વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તારીખ 19 ઓગસ્ટ બાદ સિસ્ટમ નબળી પડ્યા બાદ વરસાદ ઓછો થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા મુસલધાર વરસાદથી અતિવૃષ્ટિનો માહોલ સર્જાયો છે.

માલગઢના પરબડી વિસ્તારમાં લોકોના ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘુસી જતા ઘરવખરીનો સામાન, પશુઓ અને ઘાસચારો સહિત તમામ માલસામાન પાણીમાં તરતો થઈ ગયો હતો.

નદીકાંઠાના વિસ્તારોને સાવચેતીની સૂચના ગતરોજ ડીસામાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ડીસાથી ધાનેરા હાઇવે ડીસાથી થરાદ હાઇવેના (Deesa to Tharad Highway) ગામોમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા તેમજ ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ રહેતા ચોમાસુ ઋતુ પાકો નષ્ટ થવાના આરે છે. વહીવટી તંત્ર વરસાદની આગાહીને પગલે એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને નદીકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના અપાય છે. દાંતીવાડા ડેમમાં હાલમાં પાણીની આવક એક લાખ ક્યુસેક ઉપરાંતની હોઇ જો સતત આવક વધતી રહેશે તો ડેમના દરવાજા પણ ખોલવાની સ્થિતિ આવી શકે તેમ છે. જેથી નદીકાંઠાના ગામોને સતત સંપર્કમાં રહેવા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 700 લોકોનું સ્થળાંતર

નેશનલ હાઈવે થયો બંધછેલ્લા 24 કલાકથી ડીસા સહિત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડીસા થરાદ રોડ પર પણ ઘૂંટણ સમુ પાણી ભરાયું હતું. રોડ પર પાણીનો પ્રવાહ વધતા ટ્રાફિક જામ થતા વાહનચાલકોની એક કિલોમીટર લાંબી કતાર લાગી ગઇ હતી. પાણીમાં અનેક નાના વાહનો ફસાતા ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

મેઘ તાંડવથી ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.

પાણીનો આવરો વધ્યો ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં ખાબકેલા ભારે વરસાદની કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ડીસા થરાદ રોડ પર દામા ગામ પાસે પણ ઘૂંટણ સમા વરસાદી પાણીનો વહેણ ચાલુ થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. એક કિલોમીટર સુધી વાહન ચાલકોની લાંબી લાઈન લાગી ગઈ હતી. આજે સવારથી જ ડીસા તાલુકામાં વરસાદે ભારે બેટિંગ કરતા ડીસા થરાદ રોડ પર અનેક ગામનું વરસાદી પાણી વહીને આવતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. પાણીનો આવરો વધતા અહીંથી પસાર થતા લોકોએ કોઈ પણ વ્યક્તિ પાણીમાં ન જાય તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details