ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદની આગાહીના કારણે 32 ગામ એલર્ટ પર - દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક

બનાસકાંઠા જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ (Heavy Rain in Banaskantha) પડ્યો હતો. તેના કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો હવે જિલ્લાના 32 ગામોને વરસાદની આગાહીના કારણે એલર્ટ (Banaskantha villages on alert) પર રાખવામાં આવ્યા છે. આ સાથે જ અહીં દરિયા જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

ભારે વરસાદની આગાહીના કારણે 32 ગામ એલર્ટ પર
ભારે વરસાદની આગાહીના કારણે 32 ગામ એલર્ટ પર

By

Published : Jul 25, 2022, 9:22 AM IST

બનાસકાંઠાઃ હવામાન વિભાગની આગાહી (Meteorological department rain forecast) પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો (Heavy Rain in Banaskantha) છે અને ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લાની ભારત-પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ નડાબેટના રણમાં વરસાદે પાણી (Seascape in Nadabet) ભરાતા દરિયા જેવો માહોલ સર્જાયો છે. તો આ તરફ જિલ્લાના જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નિરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા (Happiness among farmers of Banaskantha) મળી રહી છે.

જિલ્લાના સરહદી વિસ્તારમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો -હવામાન વિભાગની આગાહી પ્રમાણે (Meteorological department rain forecast) જિલ્લામાં રવિવારે સવારથી જ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ખાસ કરીને જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા અનેક તાલુકાઓમાં મુશળધાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જિલ્લાના સરહદને અડીને આવેલા થરાદ તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજૂ પાણી જ પાણી જોવા મળ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ

આ પણ વાંચો-વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, અનેક વિસ્તારો થયા પાણી પાણી

રસ્તા પર ભરાયા ઘૂંટણસમા પાણી - અહીં વહેલી સવારથી જ ધોધમાર વરસાદથી (Heavy Rain in Banaskantha) અનેક રોડ પર વરસાદી પાણી નદીના જેમ વહેતા થયા હતા. તો આ તરફ ભારે વરસાદના કારણે નારણદેવી મંદિરથી માર્કેટયાર્ડ જવાના રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હલાકીનો સામનો (Due to the rain the motorists suffer) કરવો પડ્યો હતો. ભારે વરસાદથી બસ સ્ટેન્ડ વર્કશોપ આગળ હાઈવે પર ફોર લાઈનની કામગીરીમાં કરાયેલા ખાડામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.

લ્લાના 32 ગામોમાં વરસાદની આગાહીના કારણે એલર્ટ

આ પણ વાંચો-અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ થયા પાણી પાણી

સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી - ભારે વરસાદના કારણે (Heavy Rain in Banaskantha) થરાદ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં અને અનેક મકાનોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોએ ભારે હલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગયા વર્ષે પડેલા નહીંવત્ વરસાદના કારણે થરાદના લોકો પાણી માટે ભારે તંગીનો સામનો કરી રહ્યા હતા. જોકે, રવિવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ ભારે વરસાદના કારણે થરાદમાં ચારે બાજૂ પાણી જ પાણી ભરાતા ગ્રામીણ વિસ્તારના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નડાબેટમાં રણની જગ્યાએ સમુદ્રનો નજારો જોવા મળ્યો -હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો. જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ સુઈગામ અને ભાભરમાં ભારે વરસાદ પડતા ચારે બાજૂ પાણી જ પાણી ભરાઈ ગયું હતું. તો આ તરફ ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલ નડાબેટની (Seascape in Nadabet) બોર્ડર સમુદ્રમાં ફેરવાયું છે. પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટ બોર્ડરનો રણ વિસ્તાર હાલ સમુદ્ર જેવો નજારો સર્જાયો છે. આમ, તો નડાબેટ બોર્ડર ચારે બાજુ રણથી ઘેરાયેલો છે, પરંતુ હવે વરસાદી પાણી ચારે બાજુથી આવતા હાલ નડાબેટ બોર્ડર પર રણની જગ્યાએ દરિયા જેવો માહોલ સર્જાયો છે.

અહીં દરિયા જેવું દ્રશ્ય જોવા મળ્યું

સહેલાણીઓની ભીડ ઉમટી - નડાબેટના રણના પટ્ટામાં વરસાદી પાણી ભરાતા સહેલાણીઓ પણ તેનો લાહવો લેવા ઉમટી પડ્યા હતા અને સહેલાણીઓએ નડાબેટ બોર્ડર (Seascape in Nadabet) ખાતે દરિયા જેવો અહેસાસ કર્યો હતો આમ તો પાણીના બુંદ બુંદ માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકો ભટકતા હોય છે પરંતુ સરહદી વિસ્તારમાં આજે ભારે વરસાદી પાણી આવતા સરહદ વિસ્તારના લોકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો. આજે ચારે બાજુ વરસાદી પાણી ભરાતા દૂર દૂર સુધી દરિયા જેવો માહોલ સર્જાયો હતો આ દ્રશ્યોને જોવા માટે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકો નડાબેટ ખાતે પહોંચ્યા હતા અને સહેલાનીઓએ મોડે સુધી આનંદ માણ્યો હતો.

દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ -બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં હાલ (New water revenue in Dantiwada Dam) ધીમી ધારે પાણીની આવક શરૂ થઈ છે. ગયા વર્ષે પડેલા નહીંવત્ વરસાદના કારણે જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ તળિયા ઝાટક બન્યો હતો, પરંતુ રવિવારે વહેલી સવારથી જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં નવા નીર આવવાની (New water revenue in Dantiwada Dam) શરૂઆત થઈ છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થતાની સાથે જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.

નડાબેટમાં રણની જગ્યાએ સમુદ્રનો નજારો જોવા મળ્યો

દાંતીવાડા ડેમમાં પાણી સ્ટોરેજ - હાલ દાંતીવાડા ડેમની કુલ સપાટી પ્રમાણે 7 ટકા જેટલું પાણી સ્ટોરેજ છે અને દાંતીવાડા ડેમની હાલની સપાટી 550 ફૂટ છે. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે અને જેનું પાણી દાંતીવાડા ડેમમાં આવતા હાલ 1,010 ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે. દાંતીવાડા ડેમમાં 17 કલાકે નદીના નીર ડેમમાં આવવાની શરૂઆત થઈ (New water revenue in Dantiwada Dam) છે. ત્યારે નવા નીર આવતાની સાથે જ ખેડૂતો હજી પણ ઉપરવાસમાં ભારે વરસાદ પડે અને ડેમમાં પાણીની આવક થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

32 ગામોને એલર્ટ કરાયા -જિલ્લામાં ભારે વરસાદની આગાહીના (Meteorological department rain forecast) પગલે કાંકરેજ તાલુકા મામલતદારે નદીકાંઠે વસેલા 32 ગામોને એલર્ટ (Banaskantha villages on alert) કર્યા છે. અરણીવાડા, બુકોલી, જમણાપાદર, ઉંબરી, કંબોઈ, ફતેગઢ, દુદાસણ, કસલપુરા, થળી, આંબલુણ, નાના જામપુર, ખારીયા, મોટા જામપુર, ટોટાણા, સોહનપુરા, સુદ્રસણ, માનપુર, બલોચપુરા, વડા, રૂપપુરા , આંગણવાડા, દેવપુરા, ભદ્રેવાડી, શિહોરી, મંગળપુરા, સિયા, વાલપુરા, ઓઢા, કસરા, ઋણી, નવા, રતનપુરા, ખેંગારપુરા ગામોને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદના કારણે નદીનો પ્રવાહ વધી જતો હોય છે. આથી બનાસ નદીના કિનારે આવેલા કાંકરેજ તાલુકાના આ તમામ ગામોને હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details