બનાસકાંઠાઃ જિલ્લામાં રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ આવેલો (The longest elevated bridge in the state at Banaskantha) છે. અહીં પહેલાં જ વરસાદમાં (Heavy Rain in Banaskantha) આ બ્રિજ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. આ સાથે જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ઓવરબ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જોકે, પાણી ભરાતા એલિવેટેડ બ્રિજ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ (Severe negligence in the operation of the overbridge) ગયો હતો.
એલિવેટેડ બ્રિજ સ્વિમિંગ પૂલમાં ફેરવાયો ડીસામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો -હવામાન વિભાગની આગાહી (Meteorological Department Rainfall Forecast) પ્રમાણે, આજે (શનિવારે) બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ (Heavy Rain in Banaskantha) પડ્યો છે. ક્યાંક વધારે પડતો વરસાદ પડ્યો તો ક્યાંક છૂટાછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાંની સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે. બીજી તરફ અનેક જગ્યાએ પડેલા ભારે વરસાદના કારણે લોકોએ મોટું નુકસાન વેઠવાનો (Damage due to rains in Banaskantha) વારો આવ્યો છે.
ડીસામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો અનેક જગ્યાએ પાણી ભરાયા -તો ડીસા શહેરમાં આજે પહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. જ્યારે ડીસા શહેરમાં પડેલા 5 ઈંચ જેટલા વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી રહે છે. તો ક્યાંકને ક્યાંક સરકારી કામકાજમાં નુકસાન થતા કોન્ટ્રાક્ટરોની પોલ વરસાદના કારણે ખૂલી ગઈ હતી. તાજેતરમાં જ ગુજરાતના સૌથી મોટા એલિવેટેડ બ્રિજ (The longest elevated bridge in the state at Banaskantha) પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.
પહેલા જ વરસાદમાં રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજની ખૂલી પોલ આ પણ વાંચો-LIVE VIDEO : અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ફસાઈ, મહામહેનતે કરાયું રેસ્ક્યૂ
ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર વરસાદી પાણી ભરાયું - બનાસકાંઠામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ (The longest elevated bridge in the state at Banaskantha) પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તો ડીસામાં આજે વહેલી સવારે ખાબકેલા 5 ઈંચ વરસાદના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, જેમાં સવા 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પણ એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. કોન્ટ્રાક્ટર ગંભીર બેદરકારી દાખવતા પાણી ભરાઈ ગયું છે.
આ પણ વાંચો-મન મુકીને મેઘરાજા મહેરબાન, જાણો ક્યાં શહેરમાં કેટલો પડ્યો વરસાદ
વાહનવ્યવહાર બંધ કરાયો -અત્યાધુનિક બ્રિજ પર પાણી ભરાઈ જતાં એક તરફનો વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બનાવને પગલે મેઈન્ટેનન્સ વિભાગની ટીમ તાત્કાલિક બ્રિજ પર આવી પહોંચી હતી. અહીં ટીમે પાણી નિકાલ માટેની કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વની વાત એ છે કે, આ ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ (The longest elevated bridge in the state at Banaskantha) છે. અત્યાધુનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવતા પાણી ભરાઈ ગયું છે.
ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર વરસાદી પાણી ભરાયું બ્રિજ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન -કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ડીસામાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ (The longest elevated bridge in the state at Banaskantha) બનાવવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આજે પ્રથમ વરસાદમાં જ બ્રિજ પર પાણી ભરાઈ ગયો હતો. અહીં સવારથી જ પાણી ભરાઈ જતા બ્રિજ પર વાહનચાલકોને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આથી કલાકો સુધી બ્રિજની નીચેથી વાહનચાલકોને પસાર થવા મજબૂર બનવું (Damage due to rains in Banaskantha) પડ્યું હતું.
વાહનચાલકોમાં રોષ - આના કારણે ટ્રાફિકમાં વાહનચાલકો ફસાતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. આખરે વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખરે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા બ્રિજ પર પાણીના નિકાલ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, પ્રથમ વરસાદમાં જ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજની ગંભીર બેદરકારી સામે આવી છે.