ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ - ગુજરાત વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હાલ સાર્વત્રિક જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી  જળબંબાકાર જેવી સ્થિતિ
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

By

Published : Aug 31, 2020, 7:44 PM IST

ડીસાઃ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ વાવેલા પાકમાં પણ પાણી ભરાઇ જતાં ખેડૂતોના ખેતર પણ વરસાદી પાણીના પ્રવાહમાં જોવા મળી રહ્યાં છે. હવામાંન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામા આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.બનાસકાંઠાના દાંતામાં બે દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ બીજા દિવસે પણ દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ જે દ્રશ્યો જોઈ રહ્યાં છો તે બનાસકાંઠાના ડીસાના છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

ડીસામાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે માર્ગો પર પાણી ભરાયાં છે. ડીસા બસ સ્ટેશન આગળ જ પાણી ભરાયું છે જેના કારણે ખાડાઓ પડી ગયાં છે. તો ડીસા, દિયોદર, ભાભર, કાંકરેજમાં સતત સવારથી બપોર સુધી એક ઇંચ ઉપર વરસાદ નોંધાયો છે. તો ભાભરમાં બપોર સુધી બે ઇંચ વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘો જામ્યો છે. જોકે આ વરસાદ ૉથી ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ, મુક્તેશ્વર ડેમ અને સીપુ ડેમમાં પણ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાણીની સારી આવક થઈ રહી છે. જેના કારણે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ
બનાસકાંઠામાં ચોવીસ કલાકના વરસાદના આંકડાઅમીરગઢ 72 મિમી, કાંકરેજ 11 મિમી, ડીસા 55 મિમી, થરાદ 04 મિમી, દાંતા 187 મિમી, દાંતીવાડા 47 મિમી, દિયોદર 15 મિમી, ધાનેરા 31 મિમિ, પાલનપુર 34 મિમી, ભાભર 10મિમી, લાખણી. 18 મિમી, વડગામ 24 મિમી,, વાવ 07 મિમી, સુઇગામ 06 મિમી.જિલ્લામાં ચોવીસ કલાકમાં 522 મિમી વરસાદ નોંધાયો છે. સાથે જ જિલ્લામાં સિઝનનો 88.27 ટકા વરસાદ થયો ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details