ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારે વરસાદને પગલે સિપુડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી

બનાસકાંઠા:ગુજરાત સહિત રાજસ્થાનમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર શરૂ થઈ ગઈ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ભારે વરસાદ થતા નવ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે માઉન્ટ આબુનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. જ્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પણ પાણીની આવક આવતા સીપુ ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.

By

Published : Aug 4, 2019, 3:24 AM IST


છેલ્લા એક મહિનાથી રાહ જોવડાવ્યા બાદ આખરે છેલ્લા પાંચ દિવસથી સમગ્ર ગુજરાતમાં બીજા રાઉન્ડમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે અને ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો છે અને નવ ઈંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.માઉન્ટ આબુમાં નાના-મોટા તમામ ઝરણાઓમાં પાણી ખળખળ વહેતો થઈ ગઈ છે, ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તેનું પાણી બનાસકાંઠાની નદીઓમાં આવી રહ્યું છે.

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી બે કાંઠે વહેવા લાગતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સીપુ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ સીપુ નદીમાં 20 હજાર ક્યુસેક નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે એટલે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયોમાંથી સીપુ ડેમમાં પાણીની આવક શરૂ થઇ જતાં ત્રણ ફૂટ પાણી પછી શેર જતી જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ABOUT THE AUTHOR

...view details