ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધરણા યોજાયા - જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર સહિત સોમવારથી સમગ્ર ગુજરાતના જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્યકર્મીઓએ પોતાની વિવિધ માંગણીઓ માટે રેલી કાઢી ધરણા ઉપર બેઠા છે.

Protest in Palanpur
આરોગ્ય વિભાગના કર્મચારીઓ

By

Published : Dec 9, 2019, 11:31 PM IST

સોમવારે સમગ્ર ગુજરાતમાં આરોગ્યકર્મીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. બનાસકાંઠા જિલ્લાના 1500 જેટલા આરોગ્યકર્મીઓએ હાથમાં બેનરો લઈને વિવિધ માંગણીઓ વિશે સૂત્રોચાર કરીને પાલનપુર સિવિલ હોસ્પિટલથી રેલી કરી જિલ્લા પંચાયત પહોંચ્યા હતા અને જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેઠા હતા.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ

આરોગ્ય કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનના કાર્યક્રમ અંતર્ગત સોમવારે ધરણા પ્રદર્શન યોજી કામગીરીથી અળગા રહીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. આરોગ્યકર્મીઓનું કહેવું છે કે, તેવો પહેલા હડતાળ ઉપર ઉતર્યા હતા. સરકારે તેમને લેખિત બાંહેધરી આપી હતી, પરંતુ 10 માસ જેટલો સમય વીતી જવા છતાં પણ કંઈ જ થયું નથી સરકારે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. જેથી તેમની માંગ નહિ સંતોષાય તો તેવો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.

ABOUT THE AUTHOR

...view details