ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાની શ્રદ્ધા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા, શ્રદ્ધા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન કરાયું સીલ - ડીસાની શ્રદ્ધા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા

ગાયનેક તબીબો દ્વારા ઉપયોગમાં લેવાતા સોનોગ્રાફી મશીનના દૂરૂપયોગ પર સરકાર દ્વારા નિયંત્રણ લાવવા માટે ખાસ ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી છે. ત્યારે ડીસામાં એક ગાઈનેક તબીબ દ્વારા સોનોગ્રાફી મશીનનો ગાઈડલાઇન વગર ઉપયોગ કરવામાં આવતો હોવાના લીધે આરોગ્ય વિભાગ દ્વારા મશીનને સીલ કરીને તબીબને નોટિસ ફટકારવામાં આવી છે.

hospital
ડીસા

By

Published : Dec 11, 2020, 9:41 PM IST

  • ડીસાની શ્રધ્ધા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા
  • ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક સોનોગ્રાફી મશીન કરાયું સીલ
  • આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અન્ય ડૉક્ટરોમાં ફફડાટ

બનાસકાંઠા : ભારતમાં ગર્ભ પરીક્ષણ કરવું અપરાધ છે અને ગાયનેક તબીબો દ્વારા સોનોગ્રાફી મશીનની મદદથી થતાં ગર્ભ પરીક્ષણને અટકાવવા માટે સરકાર દ્વારા પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ પર નિયંત્રણો લાવવામાં આવ્યા છે. સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરનાર તબીબે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ફોર્મ એફ ફરજિયાત ભરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ત્યારે સરકારના આ નિયમોનું કેટલું પાલન થાય છે, તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા અવાર નવાર ડિકેડ રાખવામા આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ ગાયનેક તબીબોને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને મોકલવામાં આવી હતી. જેમાંથી ડીસામાં આવેલી મોહિત ઠક્કરની હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનનો ઉપયોગ ફોર્મ એફ. ભર્યા વગર થતો હોવાનું બહાર આવતા બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ. જીજ્ઞેશ હરિયાણીએ કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમજ સોનોગ્રાફી મશીન સીલ કરવા ઉપરાંત ડૉ. મોહિત ઠક્કરને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ડીસાની શ્રદ્ધા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા, શ્રદ્ધા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન કરાયું સીલ
આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અન્ય ડૉક્ટરોમાં ફફડાટ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોકટરો પર આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડી સોનોગ્રાફી મશીન તેમજ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં એવા ઘણા બધા ડોક્ટરો છે કે, જેઓ ગેરકાયદેસર નાના-મોટા હોસ્પિટલો ખોલી અને દર્દીઓ પાસેથી મોટા પ્રમાણમાં પૈસા પડાવવામાં આવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા આવા ડોકટરો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારની ભોળી પ્રજા આવા ડોક્ટરોથી બચી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details