- ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં કોલ્ડ્રિંક્સની ફેક્ટરી પર આરોગ્ય વિભાગના દરોડા
- દરોડા દરમિયાન RC કોલાનો એક્સપાયર ડેટ થયેલો મુદ્દામાલ કરાયો જપ્ત
- તમામ મુદ્દામાલનો નગરપાલિકાટીમ દ્વારા નાશ કરાયો
બનાસકાંઠા: કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠામાં ડીસાના પછાત વિસ્તારોમાં એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણા વેચાતા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે આરોગ્ય વિભાગે GIDC વિસ્તારમાં ડીલરને ત્યાં દરોડા પાડી એક્સપાયરી ડેટ વાળા ઠંડા પીણાનો જથ્થો ઝડપી પાડયો હતો અને વેપારીને દંડ ફટકારીને તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
પૈસા કમાવાની લ્હાયમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા
સમગ્ર ગુજરાતમાં ડુપ્લીકેટ વસ્તુના નામથી જાણીતું બનેલું ડીસા શહેર આજે પણ અનેક વસ્તુઓનો ડુપ્લીકેટીંગ કરી રહ્યું છે. ડીસા શહેરમાં કોરોના વાઇરસની મહામારીમાંના જેવા પૈસા કમાવાની લ્હાયમાં વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા GIDC વિસ્તારમાં આજે પણ મોટા પ્રમાણમાં વેપારીઓ આ મામલે પૈસા કમાવવા માટે ડુપ્લીકેટ વસ્તુ તેમજ એક્સપાયર ડેટ થયેલી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે એક તરફ કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે વારંવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં આવા વેપારીઓ ડુપ્લીકેટીંગ કરતા બંધ થઈ શકે તેમ છે.
આ પણ વાંચો:આરોગ્ય વિભાગે વડોદરાની નામાંકિત મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડી નમૂના એકત્ર કર્યા