ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલો પર આરોગ્ય વિભાગની તપાસ

બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેરમાં આજે આરોગ્યની ટીમે શહેરમાં ગેરકાયદેસર ચાલતા દવાખાનાની તપાસ હાથ ધરી હતી. આરોગ્યની ટીમે ડીસાના રિજમેંટ વિસ્તારમાં આવેલા દવાખાને પહોંચી તપાસ કર્યા બાદ શહેરમાં અન્ય કોઈ સ્થળે જો આવી પ્રવૃતિ ચાલતી હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.

આરોગ્ય વિભાગની તપાસ

By

Published : Nov 21, 2019, 1:51 AM IST

ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા કરતા આવા ઊંટવૈધો પર લગામ કસવા માટે ડીસાની આરોગ્ય વિભાગની ટીમે લોકોની ફરિયાદોને પગલે ડીસાના રિજમેંટ વિસ્તારમાં આવેલા ડો. સંજય કાપડિયાના ક્લિનિક પર તપાસ કરવા પહોંચી ગયા હતા. પરંતુ, આરોગ્ય વિભાગની ટિમને અહિંથી તો કશું હાથ લાગ્યું નહોતું, સવારે જ્યારે આરોગ્યની ટિમ ત્યાં ક્લિનિક પર પહોંચી ત્યારે ડો.સંજય કાપડિયા આવ્યા નહોતા પરંતુ, તેમના કમ્પાઉન્ડર દ્વારા ક્લિનિકની સફાઈ કરવામાં આવી રહી હતી. જ્યારે સ્થળ પર કોઈ જ દર્દી હજાર મળ્યા નહોતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી.. પરંતુ, ડીસાના તાલુકા હેલ્થ અધિકારી ડો.જિગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે ડીસા શહેર કે તાલુકામાં વગર ડિગ્રીએ કોઈ તબીબ એલોપેથી સારવાર કરતાં હશે અને તેની ફરિયાદ મળશે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

આરોગ્ય વિભાગની તપાસ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી સારી પહેલ છે. પરંતુ, આજે આરોગ્યની ટિમને તપાસ દરમિયાન કંઇ પણ હાથ લાગ્યુ નહોતુ, ત્યારે ડીસા શહેરમાં અનેક એવા ઊંટવૈધ માનવ ગેરેજ ચલાવીને લોકોના આરોગ્ય પર પ્રયોગ કરી રહ્યા છે. ત્યાં પણ એક નજર કરવી જરૂરી છે. કારણ કે આવા ઊંટવૈધમાં મોટાભાગના તત્વો હોમિયોપેથી અને આયુર્વેદની ડિગ્રી મેળવીને એલોપેથી સારવાર કરતાં હોય છે અને તેમના દ્વારા કરવામાં આવતી સારવાર લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, ત્યારે નાણાં કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં આવા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલ આંખ કરે તે પણ ખૂબ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details