ગુજરાત

gujarat

By

Published : Jun 13, 2020, 8:25 PM IST

ETV Bharat / state

બનાસકાંઠામાં કોરોનાના વધતાં કેસની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનર શિવહરેએ લીધી મુલાકાત

આજે ગુજરાત સરકારના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે બનાસકાંઠાની મુલાકાતે આવ્યાં હતાં. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કોરોનાના કેસ વધવાની પરિસ્થિતિમાં તંત્રની કયા પ્રકારની તૈયારીઓ છે તેમ જ અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનાં મોત થયાં છે તેઓ અન્ય કઇકઇ બીમારીથી પીડાતાં હતાં તે તમામ બાબતે સમીક્ષા કરી હતી.

બનાસકાંઠામાં કોરોનાના વધતાં કેસોની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનર શિવહરેએ લીધી મુલાકાત
બનાસકાંઠામાં કોરોનાના વધતાં કેસોની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનર શિવહરેએ લીધી મુલાકાત

ડીસાઃ કોરોના મહામારીના વધતા વ્યાપને પગલે પ્રશાસનનો એકતરફ પનો ટૂંકો પડી રહ્યો છે ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ તથા વધુ શું તૈયારીઓ કરવી જરૂરી છે તેનો અંદાજ અધિકારીઓ લઇ રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે ત્યારે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આવા હેતુથી સમીક્ષા કરવા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે કોરોનાના સંદર્ભે જિલ્લાના આરોગ્ય તેમ જ ઉચ્ચ સનદી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બનાસકાંઠામાં કોરોનાના વધતાં કેસોની સમીક્ષા કરવા આરોગ્ય કમિશનર શિવહરેએ લીધી મુલાકાત
સૌથી મહત્વની બાબત એ હતી કે, છેલ્લાં કેટલાય દિવસથી એવી અફવાઓ વહેતી થઈ હતી કે મહાનગરોમાં હોસ્પિટલો ફૂલ થઇ જતાં હવે ગ્રામીણ વિસ્તારોની કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને શિફ્ટ કરવામાં આવશે. જે મામલે આરોગ્ય કમિશનર ખુલાસો કર્યો કે સરકાર પાસે અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર આપવા માટે પર્યાપ્ત બેડની સુવિધા છે. જેથી કોઈપણ પ્રકારના અફવાઓમાં લોકોએ ધ્યાન આપવું નહીં. સરકાર દ્વારા દરરોજ કોરોના પોઝિટિવ આંકડા મામલે મુખ્યપ્રધાનની આગેવાનીમાં બેઠક થાય છે. જ્યારે આંકડાઓ વધે છે ત્યારે અગાઉના આયોજનની ચર્ચા પણ થાય છે. ભારત સરકાર દ્વારા 150 જેટલા વધુ વેન્ટિલેટર ગુજરાત સરકારને આપવામાં આવ્યા છે. AMC દ્વારા જે પણ ખાનગી હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટરની જરૂરિયાત હોય ત્યાં સરકાર વેન્ટિલેટર પૂરાં પાડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details