બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અત્યારે ફલાયઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે.પરંતુ લોકોની સુખાકારી માટે તૈયાર થઈ રહેલા આ ફલાયઓવરને પગલે અત્યારે શહેરમાં જીવનું જોખમ સર્જાયું છે. ડીસા શહેરના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે ફલાયઓવર બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સોઇલ ટેસ્ટ કરવા માટે મોટો ખાડો ખોદીને લોડ મૂકવામાં આવ્યો હતો. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને લગભગ 10 ફૂટ ઊંડો અને 15 ફૂટનો વ્યાસ ધરાવતો આ ખાડામાં વરસાદ દરમ્યાન પાણી ભરાય તો આ ખાડો અદ્રશ્ય થઈ શકે છે અને તેનાથી વરસાદ દરમ્યાન અહીથી પસાર થતાં લોકો મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે તેમ છે.
ડીસાના નેશનલ હાઇવે પર પડેલા જોખમી ખાડાને પુરવા સ્થાનિકોની માંગ
ડીસાઃ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે ડીસા શહેરમાં નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ખોદવામાં આવેલો ખાડો મોતનો ખાડો બનવાનો ભય થઇ રહ્યો છે. ત્યારે આ જોખમી ઝડપી ખાડો ભરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
ડીસાના નેશનલ હાઇવે પર જોખમી બનેલો ખાડો
ડીસા શહેરમાં આ માર્ગ પરથી શાળામાં અભ્યાસ કરતાં બાળકો પણ પસાર થાય છે અને ચોમાસા દરમ્યાન આ ખાડામાં પાણી ભરાઈ જતાં અદ્રશ્ય બની જતો આ ખાડો ગમે ત્યારે કોઈનો ભોગ લઈ શકે તેમ છે. ત્યારે લોકોના જીવ માટે જોખમી બનેલો આ ખાડો વહીવટી તંત્ર તાત્કાલિક પુરાવે તો ભવિષ્યમાં થનાર મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી શકાય તેમ છે.