- અંબાજી મંદિરની યજ્ઞ શાળામાં સપ્ત દિવસીય કષ્ટ નિવારણ હોમ યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી
- કોરોના પીડિત દર્દીઓના કષ્ટ નિવારવા યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા હવન કરાયો
- પૂજારીઓ દ્વારા 1,11,000 કષ્ટ નિવારક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી
બનાસકાંઠાઃ અંબાજી મંદિરના પ્રાંગણમાં ચાલતા આ યજ્ઞમાં વિવિધ પ્રકારના સાતે દિવસ હોમ હવન કરવામાં આવ્યા હતા. આ કોરોના પીડિત દર્દીઓના કષ્ટ નિવારવા યાજ્ઞિક વિપ્ર મંડળ અને 51 શક્તિપીઠ મંદિરના પૂજારીઓ દ્વારા 1,11,000 કષ્ટ નિવારક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી કોરોના પીડિત દર્દીઓ સ્વસ્થ બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃવેક્સિનેશન અંગે જાગૃતતા પ્રસરાવવા વડોદરા મહાનગર પાલિકાએ સોન્ગ લોન્ચ કર્યું