ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના વિદ્યાર્થીની સેમસંગ કંપનીમાં સિલેક્શન થતા પરિવારમાં ખુશી - સેમસંગ કંપની સિલેકશન

ડીસાની આદર્શ હાઇસ્કુલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીનું સેમસંગ કંપનીમાં સિલેક્શન થતાં પરિવાર અને આદર્શ સ્કુલના શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થી આંખે ઓછું દેખાતો હોવા છતાં પણ સેમસંગ જેવી મોટી કંપનીમાં તેનું સિલેક્શન થતાં હાલ પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.

Deesa
Deesa

By

Published : Dec 25, 2020, 12:21 PM IST

  • ડીસાના વિદ્યાર્થીનું સેમસંગ કંપનીમાં સિલેક્શન
  • 12 સાયન્સ બાદ મુંબઈ ખાતે ટેકની ડિગ્રી માટે અભ્યાસ કરે છે
  • વિદ્યાર્થી આખે ઓછું દેખતો હોવા છતાં અભ્યાસમાં નિપુણ
  • સેમસંગ કંપની દ્વારા વિદ્યાર્થીને 24 લાખમાં નોકરીની ઓફર


    ડીસાઃ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે દરેક ક્ષેત્રે કંઈક ને કંઈક પ્રગતિ કરતા નજરે પડતા હોય છે. ક્યાંક વિદ્યાર્થીઓ અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ કરે છે તો ક્યાંક રમત-ગમતમાં પણ રાજ્ય અને દેશનું નામ રોશન કરતા હોય છે. ત્યારે ડીસાના 12 સાયન્સના વિદ્યાર્થીઓએ પણ કંઈક આવું જ કરી બતાવ્યું છે. ડીસાના ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો રાઘવ ઠક્કર નાનપણથી જ અભ્યાસમાં સારી પકડ ધરાવતો હતો. રાઘવ આમ તો આંખે ઓછું દેખે છે પરંતુ અભ્યાસમાં તે હંમેશા આગળ જઈ રહ્યો છે. ધોરણ 10નું રીઝલ્ટ 81 ટકા જેટલું આવ્યું હતું અને જે બાદ 12 સાયન્સમાં તેને વિજ્ઞાન પ્રવાહમાં 98 માર્ક્સ મેળવી મુંબઈ ખાતે ખ્યાતનામ આઈ આઈ ટી માં ટેકની ડિગ્રી માટે એડમિશન લીધું હતું. જ્યાં તેના અભ્યાસના હજુ તો છ મહિના બાકી હતા પરંતુ તેના હુન્નરને જોઈ સેમસંગ કંપનીએ તેને 24 લાખના પગારે નોકરી માટે ઓફર કરી છે.

    અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ

    રાઘવ નાનપણથીજ અભ્યાસમાં બહુ જ મહેનત કરતો હતો અને તેની આ મહેનત હવે રંગ લાવી છે. ડીસાનો રાઘવ ઠક્કર નાના પરિવારમાંથી આવે છે. જ્યારે પણ બાળક અભ્યાસ પૂર્ણ કરી માતા-પિતાનું નામ રોશન કરે ત્યારે માતા-પિતા પણ તેની આ પ્રગતિથી ઉત્સાહિત થઇ જતા હોય છે, ત્યારે હાલ samsung કંપની દ્વારા રાઘવને 24 લાખ રૂપિયાની જે નોકરી માટે ઓફર આપી છે તેને લઈને તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.
    ડીસાના વિદ્યાર્થીની સેમસંગ કંપનીમાં સિલેક્શન થતા પરિવારમાં ખુશી


    પરિવાર અને શાળા દ્વારા સન્માન કરાયું

    રાઘવ ઠક્કરનો ધોરણ ૧ થી ૧૨ નો અભ્યાસ ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે પૂર્ણ કર્યો હતો. જે બાદ તેને ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ ખાતે એડમિશન લીધું હતું. ત્યારે આજે તેને સફળતા મળતાં જ રાઘવ ડીસા પોતાના પરિવારને મળવા માટે પહોંચ્યો હતો. જે બાદ તેના પરિવાર દ્વારા તેની આ પ્રગતિને વધાવી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીસાની આદત હાઇસ્કૂલના શિક્ષકો અને શાળાના આચાર્ય દ્વારા રાઘવનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે શાળા પરિવાર દ્વારા તેમના પુત્રની આ પ્રગતિને લઈ તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાઘવની આ પ્રગતિને શાળાના આચાર્યે જણાવ્યું હતું કે રાઘવ અભ્યાસમાં સારુ ન હુન્નર ધરાવતો હતો. જેના કારણે આજે તેને આટલી મોટી સફળતા મળી છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં તે પ્રગતિ કરે તેઓ શાળા પરિવારે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details