ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાથી અયોધ્યા મંદિરના આંદોલનમાં જોડાયેલા કારસેવકોમાં ખુશીનો માહોલ - Ayodhya Karsevak

અયોધ્યામાં રામમંદિરને લઈ અનેક આંદોલનો થયા છે અને જેમાં રામમંદિર બનાવવા અનેક હિન્દૂ ધર્મના લોકોએ આંદોલનો કર્યા છે. આવા આંદોલનોમાં બનાસકાંઠા જિલ્લાના અનેક લોકો જોડાયા હતા અને એક-એક મહિના સુધી તેઓ જેલમાં પણ રહ્યા હતા.

ayodhya-temple-movement
કારસેવકોમાં ખુશીનો માહોલ

By

Published : Aug 5, 2020, 8:08 PM IST

બનાસકાંઠાઃ અયોઘ્યામાં મંદિરના નિર્માણ માટે હિન્દૂ સમાજ દ્વારા વર્ષોથી અનેક મોટા મોટા આંદોલનો કરવામાં આવ્યા હતા. આ આંદોલનો એટલા મોટા હતા કે હિન્દૂ સમાજના લોકો એક એક મહિના સુધી જેલોમાં રહીને આવ્યા છે. આ મંદિર માટે અનેક હિન્દૂ સમાજના લોકોએ લોહી રેડયું છે. ત્યારે આજે રામમંદિરનું ભૂમિપૂજન થયું હતું ત્યારે આ રામમંદિરને લઈને વર્ષોથી કારસેવકો અને હિન્દૂ સમાજના લોકોએ ભોગ આપ્યો છે. બનાસકાંઠાના પણ અનેક કારસેવકો 1990 અને 1992માં અયોધ્યા ગયા હતા અને જે સમયે તેમના શું અનુભવ હતા એ જાણીએ.

આજે ડીસાના વસુભાઈ મોઢ જે 1990માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાંથી 45 કારસેવકો ઝંડો લઈને નીકળ્યા હતા. ત્યારે સૌ પ્રથમ જોધપુર પહોંચ્યા હતા અને જે બાદ બીજા દિવસે તેઓ આગ્રા જવા માટે નીકળી પડ્યા હતા. જ્યાં પોલીસને જાણ થતાં આ તમામ કારસેવકોને ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેઓને અનેક પ્રકારની તકલીફો પણ આ આંદોલનમાં વેઠવી પડી હતી. જે બાદ જેમ તેમ કરી તેઓ ત્યાંથી અયોધ્યા જવા માટે નીકળી પડ્યા હતા અને ફરી તેમની ધરપકડ થઈ હતી અને તેમની આખી ટીમને એક મહિના સુધી જેલમાં જવું પડ્યું હતું. જીવના જોખમે અયોધ્યા પહોંચી રામમંદિર જઈ પોતાનો કાર્યક્રમ પતાવી પરત ફર્યા હતા. જો કે, આજે તેમના અનુભવો અને આજ કેટલી ખુશી અનુભવી રહ્યા છે તે જાણીએ તેમના મુખેથી...

આંદોલનમાં જોડાયેલા કારસેવકોમાં ખુશીનો માહોલ

ABOUT THE AUTHOR

...view details