ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat rain update: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી - Happiness in farmers

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક સારો વરસાદ થઇ રહ્યો છે તો ક્યાંક ધીમીધારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે હાલ ખેડૂતોના પાકને નવું જીવતદાન મળ્યું છે. સતત ત્રણ દિવસના વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Rain in Banaskantha
Rain in Banaskantha

By

Published : Jul 27, 2021, 5:52 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન
  • સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી
  • વરસાદના કારણે ખેડૂતોના પાકને મળ્યું નવું જીવનદાન
  • હજુ પણ સારા વરસાદને લઇ ખેડૂતો કરી રહ્યાં છે ભગવાનને પ્રાર્થના

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ (rain) વરસી રહ્યો છે. જિલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસકાંઠાવાસીઓ અને ખાસ કરીને ખેડૂતો (farmers) વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ બાદ રવિવારે બપોરના સમયે ડીસા સહિત આજુબાજુના પંથકમાં વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે એકાએક વરસાદ (rain) ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા ઘણા સમયથી ધીમીધારે વરસાદ પડતો હતો. છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં વરસાદ ખેંચાતા સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

આ પણ વાંચો: Gujarat Rain Update: રાજકોટના કાગદડીમાં વરસાદની તબાહી, 150 પશુઓ તણાયા

વરસાદથી પાકને નવું જીવનદાન

હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) પ્રમાણે જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતોએ વરસાદની આશાએ મોંઘાદાટ બિયારણો (expensive seeds) લાવી પોતાના ખેતરમાં મગફળી સહિતના અનેક શાકભાજીનું વાવેતર કર્યું હતું પરંતુ શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા પરંતુ જે પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના મોંઢા પર ફરી એકવાર ખુશી જોવા મળી રહી છે. વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ફરી એકવાર લીલાછમ જોવા મળી રહ્યા છે. સતત ધીમીધારે વરસી રહેલા વરસાદને કારણે સૌથી વધુ મગફળીના પાકને ફાયદો થઇ રહ્યો છે. જાણે કુદરતે ખેડૂતોને નવું જીવતદાન આપ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. ખેડૂતો પણ વરસાદ પોતાના ખેતરમાં કામ કરવા લાગી ગયા છે અને હજુ પણ સારો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

વધુ વરસાદની આશા

છેલ્લા બે વર્ષથી જિલ્લામાં નહિવત વરસાદને કારણે મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પાણી વગર સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગે લોકો વરસાદ આધારીત ખેતી કરે છે પરંતુ ઓછા વરસાદના કારણે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોને થોડી ઘણી પાક બચવાની આશા જાગી છે પરંતુ ખેડૂતો જણાવી રહ્યા છે કે, હજુ પણ જિલ્લામાં વરસાદની મોટી જરૂરિયાત છે. કારણ કે વરસાદ વગર પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે, ત્યારે સારો વરસાદ થાય અને પાણીના તળ ઊંચા આવે તો જ ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

આ પણ વાંચો: Gujarat Rain Update: રાજકોટમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ભરાયા પાણી, બે મકાનો પણ ધરાશાયી

ત્રણેય જળાશયો ખાલીખમ

જિલ્લાના ઉપરવાસમાં પણ છેલ્લા ઘણા સમયથી નહિવત વરસાદ થયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નહિવત પાણી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે પણ ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે જિલ્લાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમ અને દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઇ હતી પરંતુ રાજસ્થાનના મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ થતાં સીપુ ડેમમાં પાણીની ઓછી આવક જોવા મળી હતી. આ વર્ષે પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય અને જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની સારી આવક થાય તેવી હાલ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી

ABOUT THE AUTHOR

...view details