- બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝનમાં જ ખેડૂતોને ખાતરની અછત વર્તાઈ હતી
- ખાતરની અછત પૂરી પાડવા ખેડૂતો દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆત કરાઇ હતી
- ડીસા રેલવે સ્ટેશન પર ખાતરની રેક આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી
બનાસકાંઠા: જિલ્લોએ (Banaskantha) વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે. ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે પરંતુ આજે પણ તેમને અનેક સમસ્યાનો (Fertilizer shortage) સામનો કરવો પડે છે. ખાસ કરીને ચાલુ વર્ષે જિલ્લામાં સૌથી વધુ બટાટાનું વાવેતર ડીસા તાલુકામાં થયું હતું પરંતુ વાવેતરના સમયે જ ડીસા સહિત સમગ્ર જિલ્લામાં રાસાયણિક ખાતરની અછત (Fertilizer shortage) થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા.
ખેડૂતો ખાતર મેળવવા માટે કલાકો સુધી ખાતરના ડેપો પર ઊભા રહેતા હતા
દસ દિવસ સુધી ખાતર ન મળતા ખેડૂતોનું વાવેતર મોડું થયુ હતું. જેના કારણે ફરી એકવાર ખેડૂતોને વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી. સતત ખાતરની અછતથી (Fertilizer shortage) ફરી એકવાર ખેડૂતો ખાતર મેળવવા માટે કલાકો સુધી ખાતરના ડેપો પર ઊભા રહેતા હતા તેમ છતાં પણ ખેડૂતોને જોઈએ તેટલું ખાતર મળતું ન હતું. જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.
રાસાયણિક ખાતર માટે રજૂઆત
ડીસા સહિત સમગ્ર જિલ્લામાં રવિ સીઝનમાં બટાકા સહિત અનેક પાકોનું ખેડૂતો વાવેતર કરતા હોય છે પરંતુ છેલ્લા દસ દિવસથી ડીસા સહિત સમગ્ર જિલ્લામાં રાસાયણિક ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. કલાકો સુધી રાસાયણિક ખાતરના ડેપો પર ઊભા રહેવા છતાં પણ તેમને ખાતર (Fertilizer shortage) મળતું ન હતું. જેના કારણે ખેડૂતો વાવેતરના સમયે જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે ખેડૂતોએ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સમયસર રાસાયણિક ખાતર ન મળે તો મોટું નુકસાન થવાની શક્યતાઓ થાય તેવું જણાવ્યું હતું. આ બાબતે ખેડૂતોએ ગુજરાત સરકારમાં તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડવા માટે રજૂઆત કરી હતી.