બનાસકાંઠાઃ જિલ્લાના સુંઇગામ તાલુકાના બાળ વિકાસ યોજના અઘીકારીના અધ્યક્ષ સ્થાને તેમજ સુઇગામ ટી. ડી.ઓ મામલતદાર અને ટી.પી.ઓના સહયોગથી ગાંધી જયંતી નિમિત્તે સુંઇગામના 12 ગામની પ્રાથમિક શાળા માં " હેન્ડ વોશ" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
બનાસકાંઠાઃ સુઇગામ તાલુકાના 12 ગામોમાં હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો - Gandhi Jayanti
ગાંધી જયંતિ નિમિતે બનાસકાંઠામાં સુંઇગામ બાળ વિકાસ યોજના અધિકારીના અધ્યક્ષ સ્થાને "હેન્ડ વોશ" કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ હેન્ડ વોશ કાર્યક્રમ સુઇગામ તાલુકાના ટી.ડી.ઓ તેમજ મામલતદાર અને ટી.પી.ઓના સહયોગથી યોજાયો હતો.
આ હેન્ડ વોશ કાર્યક્રમ સુંઇગામ, ભરડવા, કોરેટી, મમાંણા, ઊચૉસન, કુંભારખા, ભટાસણા, મોરવાડા, ગરાબડી, સોનેથ, બેણપ, માધપુરા વગેરે ગામોની પ્રાથમિક શાળામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ શાળાના શિક્ષક ગણ અને ગામની કિશોરીઓના સાથ સહકારથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત દરેક ગામમાં દીપ પ્રાગટ્ય કરી પોષણ આરતી સામુહિક આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર દ્વારા કરવામાં આવ્યુ. તેમજ આંગણવાડી વાઇઝની દસ કિશોરીઓ દ્વારા સરકારની ગાઈડ લાઇન મુજબ કોરોના મહામારી બાબતે માર્ગદર્શન આપવા સોશિયલ ડિસ્ટન્સ સાથે હાથ સાફ કરવામાં આવ્યાં હતા અને આજના આ હેન્ડ વોશ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સુંઇગામના સોનેથ ગામે હંસાબહેન (સી.ડી.પી.ઓ)નું ગામની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમજ દિનેશ મોડીયા, રાણા દેસાઈનું તેમજ સોનેથ પ્રાથમિક શાળાના આચાર્ય કમળાબહેનનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત આવેલા તમામ મહેમાનો અને કિશોરીઓને ચા-પાણી તેમજ બિસ્કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર મૂકતાબહેન જોશી દ્વારા કરવામાં આવ્યુ હતુ.