બનાસકાંઠાઃ જિલ્લામાં આવેલ ડીસા તાલુકોએ તપો ભૂમિ તરીકે ઓળખાય છે અને અહીંની પર્વત માળામાં અનેક સંતો મહંતોએ તપ કરેલા છે, ત્યારે આ વિસ્તારમાં ગુરુપૂર્ણિમાના પર્વનું અનેરું મહત્વ હોય છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસને લઈ ગુરુભક્તોએ ઘરે રહી ગુરુના ફોટાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવવા મજબુર બન્યા હતા.
ગુરુપૂર્ણિમા નિમિતે મહેન્દ્રભારથી ગૌસ્વામી મહંતનો ગુરુ સંદેશ - ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુ સંદેશ
કહેવાય છે કે, ગુરુ બીના ના ઉપજે જ્ઞાન જેને ગુરુના હોય તે લોકોનું જ્ઞાન કોઈ કામનું હોતું નથી ત્યારે, ગુરુભક્તો ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુની પૂજા અર્ચના સાથે ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ મેળવે છે. પરંતુ ચાલુ વર્ષે તમામ તહેવારો પર કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હોવાથી સાદગીથી ઉજવણી કરી રહ્યા છે.
ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુ સંદેશ
ડીસા તાલુકામાં વસવાટ કરતા કેટલાક ગુરુભક્તોએ પોતાના ગુરુના ફોટાની પૂજા કરી ચરણોમાં શીશ નમાવી ઘરે બેઠા આશીર્વાદ મેળવી સરકારની ગાઈડલાઈનનું પાલન કર્યું હતું. તો બીજી તરફ ગુરુઓએ પણ હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારીમાં તમામ લોકોએ સરકારની ગાઈડલાઈન મુજબ રહી અને કોરોના વાઇરસથી બચવા માટે સંદેશો આપ્યો હતો.