ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ યાત્રધામ અંબાજીની મુલાકાતે - Gujrati actress

અંબાજી : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચી હતી. જ્યાં તેમણે અંબાજી નિજ મંદિરમાં અંબાજી માતાના દર્શન કરી માતાજીના દર્શન મેળવ્યા હતા.

ગુજરાતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ યાત્રધામ અંબાજીની મુલાકાતે

By

Published : May 26, 2019, 5:41 PM IST

પ્રાંજલ ભટ્ટે 25 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પોતાની કલાના ઓજસ પાથર્યા છે. એટલું જ નહીં ગુજરાત સરકરાના સ્વસ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે પોતાની કામગીરી કરી છે. તેમણે અંબામાંના આશિર્વાદ મેળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આશિર્વાદ માગ્યા હતા. સાથે જ તેઓ દુનિયામાં સર્વોપરી બને તેવી પ્રાર્થના કરી હતી.

ગુજરાતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ યાત્રધામ અંબાજીની મુલાકાતે

નરેન્દ્ર મોદીની જીતને લઈને પ્રાંજલ ભટ્ટે જણાવ્યું કે, જ્યાં શુદ્ધતા હોય છે, ત્યાં 100 ટકા પરિણામ મળતા હોય છે. જે ભાજપે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો મેળવીને સાબિત કરી બતાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details