ગુજરાત

gujarat

ETV Bharat / state

આજથી બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ શરૂ

બનાસકાંઠા જિલ્લામાં(Banaskantha SSC Exam) આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ(Gujarat board exam 2022) શરૂ થઇ છે જેમાં કુલ 84582 વિદ્યાર્થીઓ આજે સીસીટીવી કેમેરાની બાજનજર હેઠળ પરીક્ષામાં પ્રવેશ મેળવ્યો હતો. આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

આજથી બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ શરૂ
આજથી બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ શરૂ

By

Published : Mar 28, 2022, 10:53 PM IST

બનાસકાંઠા: આજથી સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ શરૂ થઈ છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha SSC Exam) જિલ્લામાં ધોરણ-10 અને 12ના 84582 વિદ્યાર્થીઓ બોર્ડની(Gujarat board exam 2022) પરીક્ષા આપશે કોરોના મહામારી બાદ પ્રથમવાર બોર્ડની પરીક્ષા યોજાતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓને લઈ વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

આજથી બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષાઓ શરૂ

આ પણ વાંચો:Gujarat Board Exam 2022: ધોરણ 10નું પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી

વિદ્યાર્થીઓમાં આનંદો: સૌપ્રથમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષાઓ આપતા હોવાથી વિદ્યાર્થીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો હતો. બોર્ડની પરીક્ષાઓને લઈ શાળાઓ બહાર મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો પ્રથમવાર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો:Board Exam 2022: વિદ્યાર્થીને પરીક્ષામાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા: બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્રારા આ બોર્ડની પરિક્ષાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં 14 તાલુકાના વિવિધ 102 કેન્દ્ર ની 275 બિલ્ડીંગમાં આજથી 12 એપ્રિલ દરમ્યાન પરીક્ષા લેવામાં આવનાર છે.જેમાં ધો.10 માં 53960, ધો.12 સામાન્ય પ્રવાહમાં 26242 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 4371 મળી કુલ 84583 વિદ્યાર્થીઓ બોર્ડની વાર્ષિક પરીક્ષામાં ભાગ લીધો હતો. આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. જોકે પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતી ન આચરવામા આવે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે સીસીટીવી કેમરા ન ધરાવતા આઠ બિલ્ડીંગમાં ટેબલેટ અને બાકીના બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરિક્ષા લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details