ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ ધારાસભ્યના નિવેદન પર ભાજપ મહામંત્રી કે. સી. પટેલનો વળતો પ્રહાર - patan latest news

પાટણના હાશાપુર પપીંગ સ્ટેશન ચાલુ નહીં થાય તો ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્ય પ્રધાન ઓફિસ આગળ ધરણાં પર બેસવાની ચિમકી ઉચ્ચારી છે. જેની સામે ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર વિરોધ કરવાનું જ જાણે છે.

patanm
પાટણ

By

Published : Feb 8, 2020, 6:45 PM IST

બનાસકાંઠા : પાટણમાં હાંસાપુર પપીંગ સ્ટેશન ચાલુ નહીં થાય તો ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્ય પ્રધાન ઓફિસ આગળ પર ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારતા ભાજપના મહામંત્રી કે.સી પટેલે ધારાસભ્યના નિવેદન મામલે વળતો જવાબ આપ્યો હતો. જેમાં પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ હાંસાપુર પપીંગ સ્ટેશન બન્યા બાદ બંધ હાલતમાં હતું. જેમાં સમગ્ર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પાઇપ નાખેલી હતી. પરંતુ પંપીંગ સ્ટેશન બનાવતા જમીન વિવાદ સર્જાતા કામગીરી અધૂરી રહી ગઈ હતી.

પાટણના ધારાસભ્યના નિવેદન પર ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલનું નિવેદન

ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે ધારાસભ્યના નિવેદન મામલે વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે, પંપીંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ 4 વર્ષથી પાઈપલાઈન નાખેલી હોવાના કારણે તેની સફાઈનું કામ ચાલી રહ્યું છે. સફાઇ થયા બાદ જો પપીંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે તો કોઈ સમસ્યા રહે નહીં. પરંતુ ધારાસભ્ય માત્ર વિવાદ જ ઉભા કરતા હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details