- બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ
- ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં ખુશી
- વિકાસ અને લોકોના વચ્ચે રહેનાર ઉમેદવાર જ વિજય બનશે - ગ્રામજનો
બનાસકાંઠા: ડીસા તાલુકાના સૌથી મોટા ગામ માલગઢ ખાતે આ વખતે ગ્રામ પંચાયતની પણ ચૂંટણી (Gram Panchayat election in Banaskantha) યોજાનાર છે. માલગઢગામની વસ્તી અંદાજીત 22 હજાર જેટલી છે, જેમાં 11 હજાર મતદારો છે. માલગઢ ગામમાં 70 ટકા વસ્તી આજુબાજુના ખેતરોમાં રહે છે, જ્યારે 30 ટકા જેટલી વસ્તી ગામમાં રહે છે. અહીંના સંપૂર્ણ લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ગામના જાતીય સમીકરણોની વાત કરીએ તો 85 ટકા લોકો માળી સમાજના છે, જ્યારે 15 ટકામાં ઠાકોર અને ઇતર સમાજની વસ્તી છે, જેના કારણે આ માલગઢ ગ્રામ પંચાયતમાં દર વખતે માળી સમાજનો ઉમેદવાર વિજેતા થાય છે.
આ પણ વાંચો:ગૃહપ્રધાન બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે, ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્દઘાટન
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માલગઢમાં રાજકીય માહોલ સર્જાયો
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માલગઢ ગામમાં પણ અત્યારે રાજકીય માહોલ સર્જાયો છે. ગત વખતે ચૂંટણીમાં કરેલા વાયદાઓમાં સરપંચ ઉણા ઉતર્યા છે. ગામના સરપંચ શ્રાવણભાઈ માળી વિકાસના કામો કરવામાં નિષ્ફળ રહ્યા છે. જાહેર માર્ગ, ગટર, સ્ટ્રીટલાઇટ જેવી સમસ્યાથી આજે પણ આ ગામના લોકો પરેશાન છે. ડીસાથી માલગઢ ગામને જોડતી બનાસ નદી પરથી રસ્તો બનાવવાની પણ વર્ષોથી માંગ રહી છે પરંતુ સરપંચ એ દિશામાં કોઈ જ વિકાસ ન કરી શકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.