ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના શંકર ચૌધરીને ઐતિહાસિક જીતનું અમૃત મળ્યું - Gujarat Election Results 2022 live updates

ગુજરાત વિધાનસભા ચૂંટણીની વીઆઈપી બેઠક થરાદ વિધાનસભા બેઠક ( Tharad Assembly seat )ને પણ ધ્યાને લેવી પડે. આ બેઠક ( Tharad Result ) પરથી સહકારી ક્ષેત્રના દિગ્ગજ આગેવાન શંકર ચૌધરી (Shankar Chaudhari win ) ચૂંટણી જીતી ગયાં છે. આજે પરિણામના દિવસે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને (Gujarat Election 2022 Counting Day ) 26,914 મતની લીડ સાથે હરાવી દીધાં (Gujarat Assembly Election Result 2022) છે.

થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના શંકર ચૌધરીને લોકો તરફથી જીતનું અમૃત મળશે કે નહીં તે જોવું રહ્યું
થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના શંકર ચૌધરીને લોકો તરફથી જીતનું અમૃત મળશે કે નહીં તે જોવું રહ્યું

By

Published : Dec 6, 2022, 10:12 PM IST

Updated : Dec 8, 2022, 5:02 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election Assembly 2022 )ની 182 બેઠકોમાં 8 નંબરની બેઠક છે થરાદ વિધાનસભા બેઠક ( Tharad Assembly seat ). થરાદ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરી ચૂંટણી મેદાનમાં ઊતર્યાં છે. પરિણામ (Gujarat Assembly Election Result 2022 ) માટે મતગણતરી શરુ થતાં સાથે તેઓ આગળ ચાલી રહ્યાં છે. થરાદ બેઠક પર શંકર ચૌધરી જીત્યાં છે.1,17,891 મત મેળવ્યાં છે. તેમણે 26,914 મતની લીડ મેળવી છે. તેમના નજીકના હરીફ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 90,977 મત સાથે બેઠક હારી ગયાં છે.

વિજયની વરમાળા કોણ પહેરશે

બેઠક પર કેટલા ટકા મતદાન જિલ્લાની થરાદ બેઠક ( Tharad Assembly Seat) પર આ વખતે સૌની નજર રહી હતી. કારણ કે અહીંથી ભાજપે પૂર્વપ્રધાન શંકર ચૌધરીને (Shankar Chaudhari win )ટિકીટ આપી છે. તેઓ વર્ષ 2017માં બનાસકાંઠાની વાવ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. આ વખતે થરાદમાં 85.20 ટકા મતદાન થયું છે. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં અહીં 86.15 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 0.95 ટકા ઓછું મતદાન થયું છે.

બેઠકનું મહત્ત્વ બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક ( Tharad assembly seat) પર આ વર્ષે ચૂંટણી રસપ્રદ બની છે. કારણ કે ભાજપે દિગ્ગજ સહકારી આગેવાન શંકર ચૌધરીને (North Gujarat VIP candidate) મેદાનમાં ઉતાર્યા હતાં. જેની સામે ઉભા રાખવા માટે મજબૂત ઉમેદવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મથામણ કરી હતી. થરાદ બેઠક વર્ષ 2088-09માં થયેલા નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. જે બાદ અહીં 3 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી બે વાર ભાજપ તો એક વાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ જીત્યું છે. વર્ષ 2012 અને વર્ષ 2017માં અહીંથી ભાજપના પરબતભાઈ પટેલ ( North Gujarat VIP candidate )જીત્યા હતા. બાદમાં પરબતભાઈ પટેલ સાંસદ બનતા અહીં પેટાચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઈ હતી. એટલે કે અહીં બે વાર ભાજપ અને એકવાર કોંગ્રેસ જીતી છે.ત્યારે હવે શંકર ચૌધરીની જીત દર્જ થઇ છે.

બેઠક પર મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન આ બેઠક નોંધાયું છે. ગત ચૂંટણીમાં પણ અહીં આવું ઊંચુ મતદાન જોવાયું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં અહીં 86.15 ટકા મતદાન નોંધાયું હતું. જ્યાં બધી બેઠકો પર મતદાનમાં ઘટાડાની બૂમો પડી છે ત્યાં આ બેઠક પર 0.75 ટકા વધુ મતદાન નોંધાયું છે.

બેઠકના ઉમેદવારોથરાદ વિધાનસભા બેઠક ( Tharad Assembly seat )ના વીઆઈપી ઉમેદવાર શંકર ચૌધરી છે. તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ફરીવાર ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે ત્રિપાંખીયા બનેલા જંગમાં થરાદ બેઠકના ઉમેદવાર વીરચંદ ચાવડા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક માટે 3 અપક્ષ સહિત કુલ 7 ઉમેદવારો હતાં. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પરબતભાઈ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેમણે કોંગ્રેસના રાજપૂત દામરાજી દેવજીભાઈને 11,000થી વધુ મતોથી હરાવ્યા હતા. 2012માં ભાજપ અહીંથી જીત્યો હતો.

કાંટાની ટક્કરથરાદ બેઠક ( Tharad Assembly seat )પર ખરી ટક્કર તો ભાજપ અને કોંગ્રેસની હતી. શંકર ચૌધરી ડેરીના રાજકારણ સાથે આગળ આવીને લોકો સુધી પહોંચ બનાવી ચૂક્યાં છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના મધ્યમશ્રેણીના નેતા કહી શકાય પણ તેમનું વજન શંકર ચૌધરી સામે ઓછું પડ્યું છે. ગુલાબસિંહ રાજપૂત શંકર ચૌધરીને મતગણતરીના રાઉન્ડમાં ટક્કર આપતાં જણાયાં ન હતાં. ત્યારે બપોર ચડચાં સુધીમાં બેઠકનું પરિણામ (Shankar Chaudhari win ) શંકર ચૌધરી તરફે વળી ગયું હતું.

જ્ઞાતિ સમીકરણ સામાન્ય કેટેગરીના આ બેઠક પર 1,29,990 પુરુષ મતદાર, મહિલા 118307 મતદાર મળી 248297 ટોટલ મતદારોની સંખ્યા છે. થરાદ બેઠક થયું છે. આ બેઠક પર સૌથી વધુ 86.91 ટકા મતદાન નોંધાયું છે. થરાદ બેઠક ચૌધરી પટેલ સમાજની હાક વાગે છે. આંમાં 16 ટકા જેટલા આંજણા ચૌધરી પટેલ મતદારો છે.14 ટકા ઠાકોર મતદારો છે, 10 ટકા મારવાડી ચૌધરી પટેલ છે અને 15 ટકા દલિત મતદારો મુખ્ય છે. થરાદમાં ( Tharad Assembly seat )કોઈ પણ પક્ષની હાર કે જીત નક્કી કરવામાં ચૌધરી પટેલોના મત શંકર ચૌધરીની જીતમાં (Shankar Chaudhari win ) મોટ પાળો આપી જીત પાકી કરી આપી છે.

મતદાનનો માહોલગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે આ બેઠક વિસ્તારમાં મતદારોનો ઉત્સાહ સવારથી જ જણાતો હતો. મહિલાઓ સહિતના મતદારોની જાગૃતિ જણાઇ હતી. મતદાન માટે શાંતિપૂર્ણ માહોલ વચ્ચેે 86 ટકાથી ઉપર મતદાન નોંધાયું છે.

Last Updated : Dec 8, 2022, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details