ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણીના મહાભારતમાં કૉંગ્રેસ હવે સંજયના ભરોસે, 20 વર્ષ પછી યુવા ચહેરાને તક - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠક (sanjay desai candidate for Deesa Assembly Seat) પર કૉંગ્રેસે આ વખતે યુવા ચહેરાને મત આપી છે. આ બેઠક પર કૉંગ્રેસે પૂર્વ ધારાસભ્યના પૂત્ર સંજય દેસાઈને ટિકીટ આપી છે. તેમના નામની જાહેરાત થતાં (Gujarat Congress announced) મોડી રાત્રે તેમના સમર્થકો તેમની ઓફિસે પહોંચી શુભેચ્છા પાઠવી હતી.

ડીસામાં ચૂંટણીનું મહાભારત કૉંગ્રેસ લડશે સંજયના ભરોસે, 20 વર્ષ પછી યુવા ચહેરાને આપી તક
ડીસામાં ચૂંટણીનું મહાભારત કૉંગ્રેસ લડશે સંજયના ભરોસે, 20 વર્ષ પછી યુવા ચહેરાને આપી તક

By

Published : Nov 5, 2022, 12:35 PM IST

Updated : Nov 5, 2022, 1:37 PM IST

બનાસકાંઠારાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) સત્તાવાર જાહેર થતાં રાજકીય પક્ષો ફરી એક્શન મોડમાં આવી ગયા છે. તમામ રાજકીય પક્ષો જીતનો સ્વાદ ચાખવા માટે તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં કૉંગ્રેસે 20 વર્ષ પછી કોઈ યુવા ચહેરાને ટિકીટ આપી છે. કૉંગ્રેસે આ બેઠક (Deesa Assembly Seat) પરથી આ વખતે પૂર્વ ધારાસભ્યના પૂત્ર સંજય દેસાઈને (sanjay desai candidate for Deesa Assembly Seat) મેદાને ઉતાર્યા છે. તેમના નામની જાહેરાત (Gujarat Congress announced) થતાં જ તેમના સમર્થકોએ મોડી રાત્રે ઓફિસે આવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમ જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જિલ્લામાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂજિલ્લામાં ગત ટર્મમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે 5 અને ભાજપે 3 સીટો પર કબજો મેળવ્યો હતો. તેને લઈ સ્પષ્ટ કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લા પર કૉંગ્રેસ પક્ષની મજબૂત પકડ છે. ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ દરેક પક્ષ યુવા ચહેરાઓને પસંદગી આપી રહી છે.

જિલ્લામાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

અનેક યુવા ચહેરાઓએ નોંધાવી દાવેદારી બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક યુવા ચહેરાઓએ વિધાનસભાની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે હવે જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ દરેક પક્ષના મહુડી મંડળ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસે જિલ્લામાં સૌપ્રથમ ડીસા વિધાનસભાની બેઠક (Deesa Assembly Seat) પર યુવા ચહેરા સંજય દેસાઈને (sanjay desai candidate for Deesa Assembly Seat) ટિકીટ આપતા કૉંગ્રેસ પક્ષમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં કૉંગ્રેસે પ્રથમ ટિકીટ જાહેર કરી

જિલ્લામાં કૉંગ્રેસે પ્રથમ ટિકીટ જાહેર કરીજિલ્લાની રાજકીય લેબોરેટરી ગણાતી ડીસા વિધાનસભા બેઠક (Deesa Assembly Seat) પર કૉંગ્રેસે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પૂત્ર સંજય દેસાઈને મેદાનમાં ઉતારી કૉંગ્રેસે ક્યાંક યુવાઓને પોતાની તરફ ખેંચવા પ્રયાસ કર્યો છે. ગોવાભાઇ દેસાઈ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે આજે કૉંગ્રેસે તેમના પૂત્ર સંજય દેસાઈને (sanjay desai candidate for Deesa Assembly Seat) ઉમેદવાર બનાવતા સમગ્ર બનાસકાંઠા કૉંગ્રેસમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. કૉંગ્રેસ કાર્યકરોએ મોડી રાત્રે તેઓની ઓફિસે આવી ફૂલહાર તેમ જ પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. સાથે જીતની શુભેચ્છાઓ પાઠવી હતી

વિકાસકાર્યોને આગળ ધપાવીશું અંગે ઉમેદવાર સંજય દેસાઈએ (sanjay desai candidate for Deesa Assembly Seat) જણાવ્યું હતું કે, પાર્ટીએ તેમના પિતાના કામની કદર કરી ટિકીટ આપી છે. તેઓ ડીસા વિસ્તારના વિકાસ કાર્યોને આગળ ધપાવી સતત લોકોની વચ્ચે રહેશે અને સમગ્ર કોંગ્રેસનું તેમને સમર્થન છે. ત્યારે તેમણે પોતાની જીત પાક્કી ગણાવી હતી .

Last Updated : Nov 5, 2022, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details