- ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે
- પાલનપુર ખાતે નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ કરાવ્યો
- 2022ની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તેવી શુભકામનાઓ આપી
બનાસકાંઠા:ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (cm of gujarat bhupendra patel) મુખ્યપ્રધાન બન્યા બાદ આજે પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે (Gujarat Chief Minister visits Banaskantha) પહોંચ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાનના સ્વાગત માટે જિલ્લા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તો આ તરફ સવારથી જ મુખ્યપ્રધાનના આગમનને લઈ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી. નવા પ્રધાનમંડળની સ્થાપના થયા બાદ મુખ્યપ્રધાન આગામી 2022ની વિધાનસભાની ચુંટણીમાં ફરીથી ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે અત્યારથી જ તમામ ભાજપના કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે સૂચનાઓ આપી રહ્યા છે.
પાલનપુર ખાતે નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ
ગુજરાતના લોકોનું આરોગ્ય સચવાય અને તેમને નિઃશુલ્ક આરોગ્યની સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના પાલનપુરના જી.ડી મોદી કોલેજમાંથી નિરામય ગુજરાત મહાઅભિયાન (Niramay Gujarat Mahabhian)નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં તેમણે સ્ટેજ ઉપરથી અનેક લાભાર્થીઓને નિરામય કાર્ડ અર્પણ કર્યા હતા અને લોકોને નિરામય ગુજરાત અને વ્યસન મુક્ત આરોગ્યના નિયમો માટે શપથ લેવડાવ્યા હતા. સંબોધન કરતા હળવાશમાં કહ્યું હતું કે, "અહીં બધા સિરિયસ થઈને બેઠા છે, આપણે હેલ્થ તરફ જઈ રહ્યા છીએ એટલે બધા નોર્મલ થઈ જાય. આપણે કોઈ રોગ થાય જ નહીં તે દિશામાં આગળ વધીએ. કોરોના મહામારીમાં જેને ડાયાબીટીસ જેવી બીમારી હતી તેમને વધારે હેરાન થવું પડ્યું અને તેના કારણે મોતની સંખ્યામાં વધારો થયો. દરેક લોકોએ પોતાનું હેલ્થ કાર્ડ મેળવી લેવું જેના કારણે તેમને કોઈ તકલીફ ન પડે અને સરકારની યોજનાનો લાભ લઈ શકે.
દિવાળી પછી કોરોના કેસ દેખાયા : ભુપેન્દ્ર પટેલ