હાલમાં ચાલી રહેલાં લોકસભા ચૂંટણીને લઇ નેતાઓ વધુ માત્રા માં દર્શને પહોંચી રહ્યા છે. રવિવારે ઓમ માથુર પણ માં અંબાનાં દર્શને પહોંચી નિજ મંદિરમાં પુજા અર્ચના સહીત કપુર આરતી કરી હતી. આરતી બાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજનાં પણ આશીર્વાદ લઇ રક્ષાપોટલી બંધાવી હતી.
ગુજરાત ભાજપાનાં પ્રભારી ઓમ માથુરે માં અંબાનાં દર્શન કર્યા
અંબાજીઃ ગુજરાત ભાજપાનાં પ્રભારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર રવિવારે ચૈત્રી નવરાત્રીનાં છેલ્લા નોરતે માં અંબાનાં દર્શન કરવાં અંબાજી પહોંચ્યા હતા. અંબાજી એક એવું તીર્થ સ્થળ છે. જ્યાં અનેક નેતા અને અભિનેતા દર્શનાર્થે પહોંચી પોતાની મનોકામના માટે પ્રાર્થના કરતાં હોય છે.
AMBAJI
આ પ્રસંગે ઓમ માથુરે જણાવ્યું કે, હાલમાં સમગ્ર દેશમાં મોદીની લહેર છે. ગુજરાતમાં 26 બેઠકોની મુલાકાતો લીધી છે. જેમાં આ વખતે બેઠકો ઉપર લીડ વધે તેવી પ્રાર્થના માં અંબાને કરી પ્રાર્થના કરુ છું. આ ઉપરાંત દેશનાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરી સત્તા ઉપર બેસે તેવા માટે માતાજીનાં આશીર્વાદ લઇ દેવીનાં દરબાદમાં નતમસ્તક થયો છું.