બનાસકાંઠા :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચુંટણી વહીવટી તંત્ર જ નહીં પણ રાષ્ટ્રીય પક્ષો પણ સજ્જ બની ગયા છે. ઉમેદવારો પોતાના વિસ્તારોમાં પ્રવાસ ખેડી રહ્યા છે, ત્યારે અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટીની મધ્યસ્થ ચુંટણી (BJP office in Ambaji) કાર્યાલયનું વાજતે ગાજતે દીપ પ્રગટાવીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અંબાજીમાં શરૂ કરાયેલી ચૂંટણી કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પણ ઉમેદવારની અહીંયા સૂચક ગેરહાજરી જોવા મળી હતી. (BJP candidate Ladhu Parghi)
ભાજપે ચૂંટણી કાર્યાલયનું વાજતે ગાજતે કર્યું ઓપનિંગ - લક્ષ્મણભાઈ બારડ
ચૂંટણીને લઈને અંબાજી ખાતે ભાજપની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું (BJP office in Ambaji) વાજતે ગાજતે દીપ પ્રગટાવીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર લાધુ પારધીના દારૂ વેચાણ કરાવા બાબતે વિવાદાસ્પદ નિવેદનને લઈ ખુલાસો સામે આવ્યો હતો. (Gujarat Assembly Election 2022)
દાંતા કોંગ્રેસનો ગઢ અંબાજી ખાતે શરૂ કરાયેલી કાર્યાલયમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. દાંતા મતવિસ્તાર છેલ્લા 10 વર્ષથી ઘર કરી ગયેલી કોંગ્રેસને ઉખાડી ફેકવા સંકલ્પ લઈ આ વખતે બીજેપીને બહુમતીથી વિજય બનાવવાને દાંતા મત વિસ્તારનો કમળ ગાંધીનગર મોકલવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ખાસ કરીને આ વિસ્તારમાં સતત કોંગ્રેસ જીતી હોવાથી આ એક મેણુ ભાગવાનો પણ પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
ઉમેદવારને બદનામ કરવા કાવતરા જોકે દાંતા મત વિસ્તારના (Danta Constituency) ભાજપના ઉમેદવાર લાધુ પારધીના દારૂ વેચાણ કરાવાબાબતે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ખુલાસો આપવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ વિરોધ પક્ષ હાર જોઈ ગઈ છે. એટલે ડબિંગ કરીને અમારા ભાજપના ઉમેદવાર લાધુ પારઘીને બદનામ કરવા માટે આ રીતની સાજીસ કરી બદનામ કરવા માટે કાવતરુ કરવામાં આવ્યું હોવાનું પણ નિવેદન લક્ષ્મણભાઈ બારડ દ્વારા કરવામાં આવ્યું છે. (Gujarat Assembly Election 2022)