ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઇ કોંગ્રેસ કારોબારી બેઠક

વિવિધ રાજકીય પક્ષો દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુરુવારના રોજ બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વિસ્તૃત કારોબારી બેઠક માટે પાલનપુર પહોંચ્યા હતા.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022

By

Published : Jul 1, 2021, 8:08 PM IST

  • ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી
  • અંબાજી દર્શન કર્યા બાદ પાલનપુર ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 અંતર્ગત બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ
  • બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવ ન મળતા ખેડૂતોની રજૂઆત સરકારને કરાશે

બનાસકાંઠા : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં યોજશે. જેને લઇ રાજ્યમાં રાજકીય પક્ષો તૈયારીઓમાં જોડાઇ ગયા છે. સંગઠનોની બેઠકો શરૂ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ત્રિપાંખિયો જંગ ખેલાઇ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય આં વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 )માં પોતાના ઉમેદવારો ઉતારવાની છે.

અમિત ચાવડા બનાસકાંઠાની મુલાકાતે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ગુરુવારના રોજ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સવારે અંબાજી મંદિરે માં અંબાના દર્શન કર્યા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. જે બાદ અમિત ચાવડા પોતાના કાર્યકર્તાઓ સાથે પાલનપુર આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ કારોબારી બેઠકને લઇ અમિત ચાવડાએ બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો ડેલીગેટ્સ, કાર્યકરો સાથે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) અંતર્ગત વિવિધ મુદ્દે ચર્ચાઓ હાથ ધરી હતી. આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ સીટ કોંગ્રેસને ફાળે આવે તે માટે દરેક જિલ્લામાં કોંગ્રેસ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ કારોબારી બેઠક યોજાઇ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાયમાલ બન્યા છે

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી કુદરતી પ્રકોપ અને કોરોના વાઇરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાયમાલ બન્યા છે. ખાસ કરીને દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર બટાકાનું થાય છે. ચાલુ વર્ષે શરૂઆતના સમયમાં બટાકાના ઉચા ભાવ રહેતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે

બનાસકાંઠાના ખેડૂતોને બટાકામાં ભાવ મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરશે અમિત ચાવડા

હાલના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે. બટાકાના ભાવ ન મળતા હાલ બનાસકાંઠા જિલ્લાના વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે ગુરુવારના રોજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ (Banaskantha District Congress Committee)ની મળેલી બેઠકમાં ખેડૂતો દ્વારા અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં અમિત ચાવડાએ બનાસકાંઠાના ખેડૂતોને બટાકામાં ભાવ મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરશે, એવી બાંહેધરી આપવામાં આવી હતી.

અંબાજી દર્શન કર્યા બાદ પાલનપુર ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ

અમિત ચાવડાનું નિવેદન

ગુરુવારના રોજ પાલનપુર ખાતે યોજાયેલી કોંગ્રેસ કારોબારી બેઠકમાં અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, દેશમાં મોંઘવારીને લઇ લોકો પરેશાન છે. કોરોના કહેરમાં લોકોએ ઓક્સિજન, ઇન્જેક્શન માટે આમતેમ ભટકાતાં હતા. ગુજરાત સરકાર આ કોરોના કહેર વચ્ચે કામ કરવામાં નિષ્ફળ ગઈ છે. અમારી માગ હતી કે, સરકાર કોરોના કાળમાં મૃત્યુ પામનારના પરિવારને વળતર સહાય આપે.

ખેડૂતોના પ્રશ્નોને વાચા અપાશે

ભાજપની સરકારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે

હવે સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને સહાય આપવા કેન્દ્ર સરકારને ટકોર કરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોના હુમલાને અમિત ચાવડાએ વખોડ્યો હતો. તેમજ ભાજપની સરકારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે. ખુલ્લેઆમ ગુંડાગર્દી છેડતી અપહરણ જેવા બનાવો બની રહ્યા છે. સરકાર આવા કૃત્યો કરનારા સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરીએ છીએ.

બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોની રજૂઆત સરકારને કરાશે

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details