ગુજરાત

gujarat

ETV Bharat / state

મારા ખરાબ દિવસોમાં ખેતરમાં છ દિવસ હું રોકાયો : અમિત શાહ - Amit Shah attacked Congress

ચૂંટણીને લઈને ડીસામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ડીસામાં સભા (Amit Shah visits Deesa) ગજવી હતી. અમિત શાહે ડીસામાં જૂના દિવસો યાદ કર્યા હતા. તેમજ તેમણે (Deesa assembly seat) આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly Election 2022)

મારા ખરાબ દિવસોમાં ખેતરમાં છ દિવસ હું રોકાયો : અમિત શાહ
મારા ખરાબ દિવસોમાં ખેતરમાં છ દિવસ હું રોકાયો : અમિત શાહ

By

Published : Nov 23, 2022, 4:25 PM IST

બનાસકાંઠા : ડીસા વિધાનસભા બેઠક પર પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયું છે, 2017માં ભાજપે ડીસા બેઠક પર જંગી બહુમતીથી વિજય મેળવી ધારાસભ્ય પદ પર શશીકાંત પંડ્યાને બનાવ્યા હતા. જે બાદ હવે 2022માં ફરી એકવાર વિધાનસભાની (Deesa assembly seat) ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર શરૂ થયો છે. આ વખતે ડીસા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી સહિત 11 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ડીસામાં સભા ગજવી હતી. (Amit Shah visits Deesa)

ડીસાથી પ્રચાર અર્થે અમિત શાહે સભા ગજવી

આ વખતે ડીસા વિધાનસભા બેઠક પર મજબૂત ફાઈટ થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસ છે. તો બીજી તરફ ઠાકોર સમાજના ઉમેદવાર ઠાકોર પણ પોતાના સમાજને લઈ અપક્ષમાં દાવેદારી નોંધાવી છે. સૌથી વધુ મત બેંક ધરાવતો ઠાકોર સમાજ આ વખતે લેબજી જી ઠાકોરને ટેકો જાહેર કર્યો છે. જેના કારણે આ વખતે ડીસા બેઠક પર અત્યારથી જ તમામ પક્ષના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. (Amit Shah attacked AAP)

અમિત શાહની અધ્યક્ષતામાં સભા યોજાઈ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે જાહેર સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, 2004માં સમગ્ર રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં તેમણે સુજલામ સુફલામ યોજના આપી તે જિલ્લાની સૌથી મોટી દેન છે અને તેના થકી જિલ્લાની કાયા પલટ થઈ છે. ડીસા તાલુકો બટાકાના વાવેતરમાં સમગ્ર દેશમાં નંબર વન પર પહોંચ્યો છે. હવે અટલ ભુજલ યોજના આવે એટલે બનાસકાંઠાની રહી સહી પાણીની સમસ્યા પણ હલ થઈ જશે. (Amit Shah sabha in Deesa)

કોંગ્રેસ અને આપ પર અમિત શાહના પ્રહારદેશના ગૃહપ્રધાને અમિત શાહે સભામાં દેશની સુરક્ષા બાબતે જણાવ્યું કે, અગાઉ બનાસકાંઠાની સરહદોથી સ્મગલરોની અવરજવરથી ધમધમતી હતી. જેને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત કરી છે અને કોંગ્રેસના રાજમાં થતા રમખાણો ભાજપના શાસનમાં જોવા મળતા નથી. અમિત શાહએ રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તેઓ સર્જીકલ સ્ટ્રાઈકની સાબિતી માંગતા હતા. જ્યારે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલીયા જમાલિયાઓ ગમે ત્યારે ઘુસી જતા હતા, પરંતુ નરેન્દ્ર મોદીના આવવાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને દેશ સુરક્ષિત હાથોમાં છે. (Amit Shah attacked Congress)

ડીસામાં બબ્બે MLA મળશે અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, 85થી 90ની સાલમાં ડીસામાં ખૂબ આંટાફેરા મે માર્યા છે. જ્યારે મારા ખરાબ દિવસોમાં મગનલાલ માળીના ખેતરમાં છ દિવસ હું રોકાયો હતો. તેમ જણાવી તેમને ડીસાના અગ્રણી મગનલાલ માળીને પણ યાદ કર્યા હતા. જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પણ યાદ કરી તેમને જણાવ્યું હતું કે, તમે ડીસામાં પ્રવીણ માળીને જીતાડો તો ડીસામાં પ્રવીણ માળી અને શશીકાંત એમ બબ્બે MLA મળશે. આ સભાંમાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરી, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, નિર્મલાપુરી, રાજુ ઠક્કર, મગન માળી, સહીત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details