- ધાનેરા તાલુકાનાં મગરાવા ગામનો જવાન શહિદ થયો
- ચૌધરી ભલાભાઈનું ન્યૂમોનિયાથી દુઃખદ અવસાન થયું
- અંતિમવિધિમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં
ધાનેરા : દિવાળી પહેલાં જ બનાસકાંઠા જીલ્લાનાં ધાનેરા તાલુકાનાં મગરાવા ગામે માતમ છવાઈ ગયો છે. ગામનો આર્મી જવાન ચૌધરી ભલાભાઈ નારણભાઈનું ન્યૂમોનિયાથી દુઃખદ અવસાન થયું હતું. તેમનાં પાર્થિવ દેહને તેમના વતન મગરાવા ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં તેમના પરિવારજનોએ અંતિમ દર્શન કરીને વિધિવત રીતે ભાવભીની વિદાય આપી હતી. પાર્થિવ દેહને ગાર્ડ ઑફ ઑનર સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં હતાં.
અંતિમવિધિમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા