- કમોસમી વરસાદથી વેપારીઓ અને ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન
- બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની વિદાય વખતે વરસાદથી ખેડૂતો ચિંતિત
- વરસાદથી માર્કેટયાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન
બનાસકાંઠા: જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ચાલુ વર્ષે ખેડૂતોએ મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ઇકબાલગઢ ગામે ખેડૂતોએ મોટા પ્રમાણમાં સારી આવકની આશા મગફળીનું વાવેતર કર્યું હતું.
ઈકબાલગઢ માર્કેટમાં મગફળીની આવક
ખેડૂતોએ પોતાના ખેતરમાંથી મગફળી નીકળવાનું શરૂ કયું છે અને મગફળીનો પાક છે. તે ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે મોકલવાની શરૂઆત કરી છે. જેના કારણે હાલ ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં રોજની 500થી પણ વધુ બોરીની આવક થઈ રહી છે. ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં હાલ તમામ મગફળી ખેડૂતો ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વેપારીઓને આપી રહ્યા છે.
બનાસકાંઠાના ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં 500 બોરી મગફળી પલળી જતા લાખોનું નુકસાન ભારે વરસાદના કારણે ખેડૂતો અને મગફળીના વેપારીઓને મોટું નુકસાન
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ખેડૂતો અને મગફળીના વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઇકબાલગઢ ખાતે હાલમાં રોજની 500થી પણ વધુ મગફળીની બોરીની આવક થઈ રહી છે. જેના કારણે સતત વરસી રહેલા વરસાદના કારણે માર્કેટયાર્ડમાં બહાર પડેલી મગફળીમાં પાણી ભરાઇ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં 500 બોરી મગફળી પલળી જતા લાખોનું નુકસાન કમોસમી વરસાદ થતા ખેડૂતો પર નુકસાનની ભીતિ
આ તરફ સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં પોતાની મગફળી ભરાવી હતી,પરંતુ ફરી એકવાર કમોસમી વરસાદ થતા ખેડૂતો પર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની વિદાય સમયે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. મગફળી, કપાસ, બાજરી,મગ, તલ સહીતનો પાક તૈયાર હોઇ ખેડૂતો પાક ઉતારવની તૌયારીમાં હતા.અચાનક વરસાદ થતા નુકસાનની ભિતી સેવાઇ રહી છે.
બનાસકાંઠાના ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં 500 બોરી મગફળી પલળી જતા લાખોનું નુકસાન ઈકબાલગઢ માર્કેટયાર્ડમાં 500 જેટલી મગફળીની બોરીઓ પલળી
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પંથકમાં પણ ત્રણ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં આજે માર્કેટયાર્ડમાં ભારે વરસાદના કારણે 500 જેટલી મગફળીની બોરીઓ પલળી ગઈ હતી. મગફળીની બોરીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને અંદાજે 10 લાખ થી પણ વધુનું નુકસાન થયું છે. એક બાજુ ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે.