ગુજરાત

gujarat

ETV Bharat / state

કમોસમી વરસાદની આગાહી, ખુલ્લામાં મગફળીની ખરીદી કરાઇ

ડીસા: અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. એક તરફ કમોસમી વરસાદની આગાહી છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી કેન્દ્રો પર ખુલ્લામાં જ મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો છે. જો કમોસમી વરસાદ પડશે તો મગફળીની હજારો બોરી પાણીમાં પલળી જશે અને ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવશે.

વરસાદની આગાહી હોવા છતાં ખુલ્લામાં મગફળીની ખરીદી કરાઇ
વરસાદની આગાહી હોવા છતાં ખુલ્લામાં મગફળીની ખરીદી કરાઇ

By

Published : Dec 4, 2019, 11:37 PM IST

આગામી સમયમાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે, ગુજરાતમાં ફરીથી એકવાર વરસાદ થઇ શકે તેમ છે. કમોસમી વરસાદના કારણે અગાઉ પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે. ફરીથી ખેડૂતોને મગફળીની ખરીદીમાં નુકસાન ન થાય તે માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરી આપે તેની ખેડૂતોની માગ છે. અગાઉ જ્યારે કમોસમી વરસાદ પડયો હતો. ત્યારે પણ બનાસકાંઠાની માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખીને મગફળીને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ જો વરસાદ પડશે તો મોટા જથ્થામાં મગફળી પલડી જશે અને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.

વરસાદની આગાહી હોવા છતાં ખુલ્લામાં મગફળીની ખરીદી કરાઇ
ડીસા માર્કેટયાર્ડમાં મગફળી સહિતનામાં ઉતારવા માટે કોઈ પ્લેટફોર્મની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો પોતાનો માલ ખુલ્લામાં રાખવાની ફરજ પડી રહી છે. જ્યારે મગફળી ખરીદી કેન્દ્ર પણ મગફળી વેચવા માટે આવતા ખેડૂતોનું માનવું છે કે, ડીસા માર્કેટયાર્ડમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અગાઉ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હવે ફરી વરસાદ થાય તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે.

એક તરફ હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં મગફળી ખરીદી કેન્દ્રો મોટાભાગના ખુલ્લામાં જ ચાલી રહી છે, એ ખુલ્લામાં જ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે. તો વળી માર્કેટયાર્ડમાં પણ રોજની હજારો બોરી મગફળી ખુલ્લામાં જ રખાય છે. આવે જો વરસાદ પડશે તો આ મગફળીમાં ભેજનું પ્રમાણ વધું આવશે અને પલાળેલી મગફળીના ભાવ પણ ખેડૂતોને ઓછા મળશે વરસાદની આગાહી હોવા છતાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા પર તાટપત્રી પણ ઢાંકવાની કે, અન્ય કોઇ વ્યવસ્થા કે, આ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતોની મગફળી ખુલ્લામાં પડી છે. તે વરસાદના કારણે બગાડ થાય તો તેની જવાબદારી કોની રહેશે.

ABOUT THE AUTHOR

...view details