બનાસકાંઠાડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મબલખ વાવેતર થાય છે અને દર વર્ષે મગફળીના વાવેતરનો વિસ્તાર પણ વધી રહ્યો છે, ત્યારે આ વર્ષે ડીસામાં ખેડૂતોને મગફળીનો ઐતિહાસિક ભાવ મળતા ખેડૂત (Market Yard groundnut auction) આલમમાં ખુશીની લહેર જોવા મળી છે. સામાન્ય રીતે પ્રતિ 20 કિલોએ 1100થી 1200 રૂપિયા મગફળીનો ભાવ રહેતો હોય છે, પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં આજથી ચોમાસુ મગફળીની આવક શરૂ થઈ છે જેમાં પ્રથમ દિવસે જ 20 કિલોએ 1,401 જેટલો ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ડીસા માર્કેટયાર્ડમાં મગફળીનો ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં હરખની હેલી ખેડૂતોમાં ખુશીનો માહોલઆ વખતે ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. તેના કારણે મગફળીનો પાક પણ ઓછો થયો છે, પરંતુ હવે મગફળીના ઐતિહાસિક ભાવ મળતા ખેડૂતો નુકસાન માંથી રાહત અનુભવી રહ્યા છે. તેમજ આ જ ભાવ યથાવત જળવાઈ રહે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. (groundnut auction price in Deesa)
મગફળીના ભાવ ઊંચા હોવાનું કારણગુજરાતમાં સૌથી વધુમગફળીની આવક ધરાવતુંડીસા માર્કેટયાર્ડ છે. ગત વર્ષે એક દિવસમાં સૌથી વધુ 1.3 લાખ બોરીની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે ડીસા સહિત આજુબાજુમાં અનેક જગ્યાએ મગફળીનો પાક નષ્ટ થયો છે અને ઉત્પાદન પણ ઓછું થયું છે. તો બીજી તરફ સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા ચીનમાં અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ છે, તેના કારણે બનાસકાંઠા અને ગુજરાત માં મગફળીનો ભાવ ઉચકાયો છે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો હોવાનું વેપારીઓ મળી રહ્યા છે. (Groundnut auction at Deesa Market Yard))
હજુ પણ મગફળીના ભાવ ઉંચા આવશે ડીસા તાલુકામાં આ વખતે ભારે વરસાદના કારણે ખેડૂતોને મગફળીમાં મોટું નુકસાન થયું છે, પરંતુ તેની સામે હાલ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ મગફળીની આવક શરૂ થઈ હતી. જેમાં પ્રથમ દિવસે જ 1400 રૂપિયા જેટલા ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આ વખતે મગફળીની માંગની સામે ઉત્પાદન ખૂબ ઓછું થયું છે, તેના કારણે મગફળીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે, ત્યારે આગામી સમયમાં હજુ પણ મગફળીનો ભાવ વધશે તેમ વેપારીઓનું માનવું છે. ખેર ચીનમાં દુષ્કાળ હોય કે ગુજરાતમાં ઉત્પાદન ઓછું પરંતુ ત્યારે તો ખેડૂતોને તેનો સીધો લાભ થતા જગતનો તાત હરખાઈ રહ્યો છે. (Groundnut Income in Deesa Market Yard)