ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર

બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય છે. જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પશુપાલકોને ઘાસ-ચારાની જરૂર પડતી હોય છે પરંતુ વારંવાર કુદરતી હોનારતના કારણે પશુપાલકોને ઘાસચારો મળતો નથી જેથી દર વર્ષે પશુપાલકોને બહારથી ઘાસચારો મંગાવો પડે છે, ત્યારે બનાસડેરી દ્વારા આ વર્ષે હાઇડ્રોપોનિક મશીન મંગાવી વગર જમીને 7 દિવસમાં ઘાસ તૈયાર થઈ જવાનું મશીન વસાવ્યું છે.

બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર
બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર

By

Published : Jan 15, 2021, 6:04 PM IST

  • બનાસકાંઠા જિલ્લો પશુપાલન આધારિત જિલ્લો
  • બનાસડેરી દ્વારા જમીન વગર ઊગતું ઘાસ તૈયાર કરાયું
  • પશુપાલકોની વર્ષો જૂની સમસ્યા થઈ દૂર

બનાસકાંઠાઃ જિલ્લોએ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે દિવસેને દિવસે કુદરતી હોનારતોના કારણે રણનો વિસ્તાર વધી રહ્યું છે. આમ તો બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય છે. જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પશુપાલકોને ઘાસ-ચારાની જરૂર પડતી હોય છે પરંતુ વારંવાર કુદરતી હોનારતના કારણે પશુપાલકોને ઘાસચારો મળતો નથી. જેના કારણે દર વર્ષે પશુપાલકોને બહારથી ઘાસચારો મંગાવું પડે છે, ત્યારે બનાસડેરી દ્વારા આ વર્ષે હાઇડ્રોપોનિક મશીન મંગાવી વગર જમીને 7 દિવસમાં ઘાસ તૈયાર થઈ જવાનું મશીન વસાવ્યું છે અને આ નવા અભિગમને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પણ આવકાર આપી રહ્યા છે. આ મશીન થકી આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર

બનાસડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક

બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર કુદરતી હોનારતોના કારણે મોટુ નુકસાન વેઠવું પડે છે. જેના કારણે ખેડૂતો ખેતી અને પશુપાલન તરફ વળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનની સંખ્યામાં સતત વધારો થતા બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી બનાસ ડેરીની સ્થાપના થતાની સાથે જ દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોને મોટો ફાયદો થઇ રહ્યો છે. કોરોના વાઇરસની મહામારીના કારણે લોકો ધંધા રોજગાર છોડી પોતાના વતન આવ્યા હતા અને જેના કારણે હાલમાં દિવસમાં બનાસડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક પણ નોંધાઈ હતી આમ બનાસકાંઠા જિલ્લોએ દિવસેને દિવસે પશુપાલન ક્ષેત્રે પ્રગતિના પંથે જઇ રહ્યો છે.

બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર

બનાસડેરી દ્વારા જમીન વગર ઊગતું ઘાસ તૈયાર કરાયું

પશુના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતું ઘાસ હવે ઓછી જમીન ધરાવતા લોકો પણ કરી શકશે. પશુપાલન વાત જાણીને નવાઈ લાગશે. પરંતુ બનાસ ડેરીએ હાઈડ્રોપોનિક ઘાસનું મશીન વસાવી 7 દિવસમાં જ દાણામાંથી તૈયાર થયેલું ઘાસ પશુપાલકોને મળતું થઈ જશે. લાભ પાંચમના દિવસે જ ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના ડિરેક્ટરોની હાજરીમાં હાઈડ્રોપોનિક ઘાસ મશીનનું લોકાર્પણ કર્યું હતુ. બનાસડેરી એશિયામાં સૌથી વધુ દૂધ સંગ્રહિત કરતી ડેરી છે. જેના કારણે પશુપાલકોની સમસ્યાનું નિવારણ કઈ રીતે થઈ શકે તે માટે બનાસ ડેરી નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહે છે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જઈ રહી છે. તેના કારણે ઘાસચારાની તંગી પણ વર્તાય છે. ઘાસચારાની તંગી દૂર કરવા અને ઓછા પાણીએ ઘાસચારો મેળવવા માટે બનાસ ડેરીએ હાઈડ્રોપોનિક ઘાસચારાનું મશીન પ્રાયોગિક ધોરણે વસાવ્યું છે. બનાસ ડેરીના ફાર્મ હાઉસમાં આ મશીન મૂકવામાં આવ્યું છે. જે મશીન દ્વારા માત્ર 7 દિવસમાં જ પશુઓને તૈયાર થયેલું ઘાસ ખાવા માટે આપી શકાય. મોટાભાગે ઘાસને ખેતરમાં તૈયાર થતાં 50 થી 60 દિવસનો સમય લાગે છે પરંતુ માત્ર 7 દિવસમાં હાઈડ્રોલિક મશીનમાં ઘાસ તૈયાર થઇ જાય છે. હાઈડ્રોપોનિક મશીન ઓછા પાણીએ ઘાસ તૈયાર થાય છે. જ્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જે જમીન વિહોણા લોકો પશુપાલન કરવાનો વિચાર કરતા હોય છે. તેઓ પણ આ હાઇડ્રોપોનીક મશીનથી ખેતર વિના ઘાસ પેદા કરી પશુપાલનના વ્યવસાયમાં આવી શકે છે. જેથી બનાસ ડેરીએ હાઈડ્રોપોનિક મશીન પ્રાયોગિક ધોરણે વસાવી તેના દ્વારા ખેડૂતો ઘાસ ઉગાડતા થાય અને ઘાસચારાનો સમસ્યાનું કાયમી નિકાલ આવે તે માટે કામગીરી હાથધરી હતી.

બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતરબનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર

પશુપાલકોની વર્ષો જૂની સમસ્યા થઈ દૂર

હાઈડ્રોપોનિક ઘાસનું મશીન પાણીની સમસ્યા તેમજ ઘાસચારાની તંગી બંનેને દૂર કરે છે. હાઈડ્રોપોનિક ઘાસચારાનું મશીન સાઈઝ પ્રમાણે અલગ-અલગ કિંમતનું આવે છે પરંતુ આ મશીન દ્વારા ઉત્પન્ન થતું ઘાસ પશુઓ માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ ઘાસમાં મૂળ સુધી માટીનું મિશ્રણ ન હોવાથી જે દાણા ઘાસ ઉગાડવા માટે નાખ્યા હોય છે. તે દાણા પણ પશુ ખાઈ શકે છે. જેના કારણે જમીન પર તૈયાર થયેલા ઘાસ કરતા હાઇડ્રોપોનિક ઘાસમાં પોષક તત્વોનું પ્રમાણ વધુ હોય છે. તેનો લાભ પશુના દૂધ અને શરીર પર થાય છે. આગામી સમયમાં ઓછા પાણી અને ઓછી જમીનના ઉપયોગ થકી ઉત્તમ ઘાસ પેદા થઇ શકે તે દિશામાં બનાસ ડેરીનો આ નવો પ્રયોગ છે.

બનાસડેરી દ્વારા શરૂ કરવામાં આવ્યું જમીન વગર ઘાસનું વાવેતર

હાઈડ્રોપોનિક મશીનનો પશુપાલકોનો આવકાર

બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે વર્ષોથી ખેડૂતોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો સાથો સાથ ખેતીમાં નુકસાન થતા ખેડૂતો પશુપાલન તરફ ફર્યા હતા અને બનાસકાંઠા જિલ્લામાં રણની સંખ્યામાં સતત વધારો થતાં હાલમાં ઘાસચારાની મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે કુદરતી હોનારતોના કારણે બનાસકાંઠા જિલ્લામાં નાની મોટી અછત ફેલાય છે. જેના કારણે પશુપાલકોએ મોટી સંખ્યામાં બહારથી ઘાસચારો મંગાવો પડતો હોય છે પરંતુ બનાસ ડેરીએ ઘાસની તંગી ઓછી કરવા તેમજ જમીન વિહોણા લોકો પશુપાલન કરી શકે તે માટે હાઈડ્રોપોનિક ઘાસચારા સિસ્ટમ ઉપયોગમાં લાવી છે. આગામી સમયમાં હાઈડ્રોપોનિક ઘાસની સિસ્ટમ પશુપાલકો માટે ઉપયોગી સાબિત થશે. પાણી તેમજ ઘાસચારાની સમસ્યાથી પશુપાલકોને કાયમી છૂટકારો મળશે.

ABOUT THE AUTHOR

...view details