- બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ચૂંટણી મહોત્સવનો પ્રારંભ
- તાલુકા પંચાયતની ચૂંટણી રંગ જોવા મળ્યો
- દાંતા તાલુકામાં 183 જેટલા નાના-મોટા ગામડાઓ સમાવેશ
બનાસકાંઠાઃ જિલ્લામાં ફરી એકવાર ચૂંટણી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 653 ગ્રામ પંચાયતની ચૂંટણીનું (Gram Panchayat Election)મતદાન આગામી 19 ડિસેમ્બરે યોજાનાર છે જેની મત ગણતરી 21 ડિસેમ્બરે હાથ ધરાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેર નામુ પ્રસિદ્ધ
આદિવાસી વિસ્તાર ગણાતા દાંતા તાલુકામાં 55 ગ્રામ પંચાયતો પૈકી 48 તથા એક ગ્રામ પંચાયતની મુદ્દત પુર્ણ પૂરી થતા દાંતા તાલુકાના 48 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાનાર છે. ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election)માટેનુ વિધિવત રીતે જાહેર નામુ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને સમગ્ર તાલુકા પંચાયતની ચૂંટણી રંગ જોવા મળી રહ્યો છે આ વખતે ગ્રામજનોમાં પણ સમજ આવી હોય ને સાચો નેતા કોણ તેને પારખવાની ક્ષમતા ધરાવતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
તાલુકામાં 183 જેટલા નાના-મોટા ગામડાઓ સમાવેશ
દાંતા તાલુકા મથક આસપાસના ગામડાના લોકો તેમજ વેપારીઓ વેપારી મથક માનવામાં આવે છે ત્યારે દાંતામાં સ્થાનિક પ્રશ્નોની વણઝાર જોવા મળી રહી છે. ખાસ કરીને દાંતા તાલુકા મથક છે જે અનેક સરકારી કચેરીઓ આવેલી છે. આ તાલુકામાં 183 જેટલા નાના-મોટા ગામડાઓ સમાવેશ થયો છે અહીં ગામમાં એક પણ બસ સ્ટેશન નથી ત્યાં માત્ર એક પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે. નાનો વ્યાપારી મથક હોવાથી ટ્રાફિક સમસ્યાઓથી પણ દાંતા ઘેરાયેલ જોવા મળી રહ્યું છે એક તરફ કોરોના મહામારી માથી લોકો માંડ બહાર આવ્યા છે ત્યારે ગંદકીની ભરમાળથી લોકો ડેંન્ગ્યુ જેવા રોગોથી પીડાતા હોવાનું જોવા મળી રહ્યુ છે.