ગુજરાત

gujarat

ETV Bharat / state

Gram Panchayat Election Result 2021: બનાસકાંઠાના માધપુરા ગામે હારેલા ઉમેદવારનું અનોખું સન્માન - Gram Panchayat Election of banaskantha

બનાસકાંઠા જિલ્લાના (Gram Panchayat Election of banaskantha) સરહદી વિસ્તારમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું અનોખું સન્માન કરવામાં આવ્યું છે. માધવપુર ગામે 21 વર્ષિય યુવક પીઢ અનુભવી ઉમેદવાર સામે હારી જતાં (Gram Panchayat Election Result 2021) ગ્રામજનોએ ભેગા મળી 1 કલાકમાં 10 લાખ રૂપિયા એકઠા કરી હારેલા યુવાનને પ્રોત્સાહન રૂપે (Honor Of Losing Candidate) આપ્યા હતા.

Gram Panchayat Election Result 2021: બનાસકાંઠાના માધપુરા ગામે હારેલા ઉમેદવારનું અનોખું સન્માન
Gram Panchayat Election Result 2021: બનાસકાંઠાના માધપુરા ગામે હારેલા ઉમેદવારનું અનોખું સન્માન

By

Published : Dec 22, 2021, 7:16 PM IST

બનાસકાંઠા:સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા (Gram Panchayat Election Result 2021) ઉમેદવારનું અનોખી રીતે સન્માન ( Honor Of Losing Candidate) કરાયું છે. મસાલી માધપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પીઢ (Gram Panchayat Election of banaskantha)અનુભવી અને ભાજપ અગ્રણી મંગીરામભાઈ રાવલ સામે અલ્પેશ ચૌધરી નામના 21 વર્ષિય યુવકે ઉમેદવારી નોંધાવી હતી. જોકે આ ચૂંટણીમાં મંગીરામભાઈને 755 મત મળ્યા હતા, જ્યારે અલ્પેશ ઠાકોર 699 મત મળતા તેઓ 56 વોટથી હારી ગયા હતા તેમ છતાં પણ ગ્રામજનોએ તેને સન્માનિત કર્યો હતો.

માધપુરા ગામે હારેલા ઉમેદવારનું અનોખું સન્માન

10 લાખનું અનોખું સન્માન

21 વર્ષીય યુવક હારી જતાં નાસીપાસ ના થાય અને આર્થિક રીતે પણ તે તૂટી ન જાય તે માટે ગામના આગેવાનો ભેગા થયા હતા, અને 1 કલાકની અંદર ચૂંટણીમાં થયેલા ખર્ચ એટલે કે 10 લાખ રૂપિયા ભેગા કરી ઉમેદવારને પ્રોત્સાહન રૂપે આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક તરફ લોકો હારેલા ઉમેદવારની કોસતા હોય છે, ત્યારે બીજી તરફ આ ગામમાં અંદર હારેલા ઉમેદવાર પણ હતાશ ન થાય તે માટે ગ્રામજનોએ તેનું અનોખી રીતે સન્માન કરતાં અન્ય ગ્રામજનો માટે પણ આ ઘટના દાખલા રૂપ સાબિત થઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં રસાકસી ભરી ચૂંટણી

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષની ગ્રામ પંચાયતની ચૂંટણી રસાકસી ભરી હતી, ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગતરોજ બનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાઇ હતી, જેમાં અનેક ગામોમાં વર્ષોથી ગ્રામ પંચાયત પર વિજય બનતા સરપંચોને આ વખતે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મોટા મોટા ભાજપના દિગ્ગજો પણ આ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ચૂક્યા છે.

બનાસકાંઠાના અનેક ગામોમાં હારેલા ઉમેદવારોનું સન્માન કરાયું

આ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગે નવા ચહેરાઓ ઉભરી આવ્યા છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે, ગ્રામ પંચાયતના પરિણામ બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ સર્જાયો હતો, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ગામો સામે આવ્યા છે કે, જ્યાં હારેલા ઉમેદવારોનું ગ્રામજનો દ્વારા અનોખું સન્માન કરવામાં આવી રહ્યું છે, જે એકતાનું પ્રતીક સાબિત થાય છે.

આ પણ વાંચો:

Gram Panchayat Election Result 2021: પાકિસ્તાનના સમર્થનમાં નારા સાથે વીડિયો વાઈરલ, ગૃહપ્રધાને આપ્યા તપાસના આદેશ

Gram Panchayat Election Result 2021:લો બોલો સોજીત્રાના ધારાસભ્ય તારાપુરના બન્યા સરપંચ

ABOUT THE AUTHOR

...view details