બનાસકાંઠા ગેળામાં હનુમાન દાદાની કૃપાથી થયો છે શ્રીફળનો પહાડ બનાસકાંઠા: જિલ્લાના લાખણીથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલ છે ગેળા ગામ. આ ગામમાં આવેલ છે શ્રીફળનો પહાડ. તમને માનવામાં નહિ આવે કે શ્રીફળનો પહાડ હોતો હશે. પણ હા અહીં ગેળા ગામ હનુમાન દાદાના મંદિરે રચાયો છે શ્રીફળનો પહાડ. કઈ રીતે રચાયો આ શ્રીફળનો પહાડ અંદાજે સાતસો વર્ષ પહેલા અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શીલા પ્રગટ થઇ હતી. આ સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિનો ઇતિહાસ 750 વર્ષ પુરાણો છે.
હનુમાનજીની મૂર્તિનો અવતાર: દંતકથા મુજબ ગેળા ગામે કેટલાક ગોવાળ ગાયો ચરાવતા હતા. ખીજડાના ઝાડ નીચે આરામ કરતા હતા એ તેમનો નિત્યક્રમ હતો. એક વખત ખીજડાના ઝાડ નીચે એક શીલા દેખાઈ એટલે એની જાણ થતા ધર્મપ્રેમી લોકોએ તેને હનુમાનજીની મૂર્તિનો અવતાર ગણી પૂજા કરી હતી. પરંતુ કેટલાક અધર્મીઓ મૂર્તિ સામાન્ય પથ્થર ગણી તેની ચકાસણી કરવા ત્યાં ખોદકામ કર્યું હતું. પરંતુ શીલાનો અંત ન આવ્યો એટલા માટે જુના પખાલામાં કામ કરતા પડાઓ વડે દોરડાથી બાંધીને શીલાને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ઝેરના પારખાં ન હોય.શીલા સ્વરૂપે હનુમાનજી ત્યાં સ્થાયી થયા અને બસ ત્યારથી ગ્રામજનો આ શીલા ને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા.
હનુમાન દાદાની કૃપાથી અહીં થયો છે શ્રીફળોનો પહાડ દર્શન કરવા માટે ઉમટી:આજે ગેળા હનુમાનજીના મંદિરે ઉત્તર ગુજરાતમાંથી લોકો ભક્તિ ભાવ સાથે દર્શન કરવા માટે આવે છે. દર શનિવારે અહીં દૂર દૂરથી પગપાળા શ્રદ્ધાળુઓ પણ પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે. શનિવારે અહીં હનુમાનજીના મંદિરે લાખો શ્રદ્ધાળુ પોતાના શીશ ઝુકાવી હનુમાન દાદા ના દર્શન કરે છે. જેના કારણે અહીં મેળા જેવો માહોલ દર શનિવારે જોવા મળે છે. અહીં આવતા ભક્તો જણાવી રહ્યા છે કે આ મંદિરે જે પણ ભક્ત હનુમાન દાદાને મનોકામના માંગે છે. તે હનુમાન દાદા પૂર્ણ કરે છે. જેથી દર શનિવારે દૂર દૂરથી લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે.
"ગેળા ગામે અહીં હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. અહીં આગળ દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને અમે પણ વર્ષોથી દર શનિવારે દાદા ના દર્શન કરવા આવીએ છીએ. અહીં આગળ શ્રીફળનો બહુ મોટો પહાડ આવેલો છે. દરેક લોકો પોતાની માનતા બાધા રાખીને અહીં શ્રીફળ મૂકી જાય છે. જેથી આજે પણ આ શ્રીફળનો પહાડ એ પથ્થરના પહાડ જેવડો જોવા મળે છે. અહીં આવતા દરેક લોકોને મનોકામના પૂરી થાય છે"--(દર્શનાર્થી)
પ્રસાદ રૂપે વહેંચી: લાખણી તાલુકાના ગેળા ગામે આવેલ હનુમાન મંદિરે વરસો પહેલાં એક સંત આવી પહોંચ્યા અને જેમણે હનુમાન દાદા ના મંદિરે પડેલ કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેંચી માર્યા હતા. શ્રીફળનો પ્રસાદ વહેંચી.એ જ સાંજે એકા એક આ સંત બીમાર પડી ગયા અને જેમને જોરદાર પેટનો દુખાવો પણ ઉપાડ્યો. જોકે આ સંતે હનુમાન દાદાને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મેં આજે તમારા મંદિર થી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને જેના કારણે જો હું બીમાર થયો હોઉં તો હું સવાર માં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેરાય છે તેના ડબલ કરી મુકીશ.
હનુમાન દાદાની કૃપાથી અહીં થયો છે શ્રીફળોનો પહાડ શ્રીફળ રડતું મૂકવા લાગ્યા:ધીરે ધીરે અહીં શ્રીફળનો પહાડ રચાઈ ગયો હતો. જોકે આ શ્રીફળના પહાડમાંથી નથી તો કોઈ શ્રીફળ લઇ જઈ શકતું. વર્ષોથી પડેલ આ શ્રીફળ નથી બગડતા કે નથી કોઈ પણ પ્રકારની આ શ્રીફળ ના પહાડ માંથી દુર્ગંધ આવતી અને આ શ્રીફળ ના પહાડ થી આ મંદિર નું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે.ગેળા ગામે આવેલ હનુમાન દાદા ના મંદિરે દર શનિવારે દૂર દૂર થી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો લઈને દર્શન કરવા આવે છે. અહીં શનિવારે મીની મેળા જેવો માહોલ જોવા મળે છે અહીં આવતા શ્રદ્ધાળુ હનુમાન દાદા ના મંદિરે કોઈ શ્રીફળ વધેરાય છે તો કોઈ શ્રીફળ રમતું મૂકે છે.
નિર્માણ કરવા માટેની રજા: કહેવાય છે કે હનુમાન દાદા પોતાની મૂર્તિ ઉપર મંદિર નું નિર્માણ કરવા માટેની રજા આપતા નથી. શ્રીફળનો પહાડ એ જ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે. આ મૂર્તિ ખીજડાના વૃક્ષ નીચે ખુલ્લામાં બિરાજમાન હતી. પરંતુ ગામ લોકોએ હનુમાન દાદા આગળ મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી પણ મંદિરની રજા ના મળી. પતરાનો સેડ બનાવવાની રજા માંગતા દાદાએ સેડ બનાવાની રજા આપતા આ હનુમાન દાદાની મૂર્તિ ઉપર ગ્રામજનો દ્વારા સુંદર પતરા ના સેડ નું નિર્માણ કરાયું છે. અહીં દાન પેટીમાં આવતી રકમ ગૌશાળામાં આપી દેવામાં આવે છે. અહીં મંદિર ના પ્રતાપે ગામ લોકોને પણ રોજી રોટી મળતાં તેવો દાદાનો ઉપકાર માનતા થાકતા નથી/ જે પણ અહીં આવીને હનુમાન દાદા ના એક વાર દર્શન કરે છે/ તે બીજી વાર અચૂક અહીં આવ્યા વગર રહેતું નથી.
હનુમાન દાદાની કૃપાથી અહીં થયો છે શ્રીફળોનો પહાડ હનુમાન દાદા ના પુજારીએ જણાવ્યું:લગભગ 750 વર્ષ પહેલા આ ગામમાં મુસ્લિમ (બ્લોચ ) રહેતા હતા. એ સમયે આ જગ્યા બધા પાણી ભરવા માટે આવતા હતા. ત્યારે અહીં એક નાનકડી હનુમાન દાદાની મૂર્તિ હતી ત્યારે એ લોકોએ આ મૂર્તિ જોઈને તેનું અપમાન કર્યું હતું. ઘરે કપડાં ધોવા માટે ઉપયોગમાં આવશે તેમ કરીને તેને પાડાથી બાંધીને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એ સમયે તેમના પાડા જે હતા તે મરી ગયા અને તમામ જે બલોચ લોકો હતા. તે ખૂબ હેરાન પરેશાન થયા અને છેલ્લે તેમને ખબર પડી કે આ દાદા નો પ્રકોપ છે. એટલા માટે જે બલોચ હતા તે દાદાને નમી પડ્યા અને માફી માગી ત્યારબાદ ગામ લોકોને ખબર પડી કે આ મૂર્તિ કંઈક ચમત્કારી મૂર્તિ છે. ત્યારબાદ બાજુના ગામમાં આસોદર માંથી એક જે મહારાજ હતા.
ચમત્કારિક હનુમાન દાદા:વધુમાં જણાવ્યું કે, તેમને બોલાવ્યા અને એ મહારાજે કીધું કે આ ચમત્કારિક હનુમાન દાદાજી છે. તેથી દરેક લોકો અહીં ત્યારબાદ દર્શન કરવા માટે આવવા લાગ્યા અને લોકોના મનમાં એક વિશ્વાસ બંધાયો. ત્યારબાદ જે લોકો દર્શન કરવા આવતા હતા. જે શ્રીફળ રાખતા હતા તે રીતે શ્રીફળ એક દિવસ ધ્યાન આપજે બાપજી હતા. તેમને એ શ્રીફળ ફોડીને ખાધા અને બીજા છોકરાઓ જે હતા. તેમને આપ્યા તેથી જે શ્રીફળ ફોડીને ખાનાર બાપજી હતા. તેને છોકરાને બધાને પેટમાં દુખવા આવ્યો હતો. ત્યારે બાપજી ને શંકા ગઈ કે જે શ્રીફળ ખાધા છે તેના કારણે પેટમાં દુખતું હોય તેવું લાગે છે. તેથી બાપજીએ આપોઆપ શ્રદ્ધા રાખી કે જો મને પેટમાં મટી જશે.
હનુમાન દાદાની કૃપાથી અહીં થયો છે શ્રીફળોનો પહાડ ડબલ શ્રીફળ ત્યાં મૂકીશ: આ બાળકોને પેટમાં મટી જશે તો હું તમારા ડબલ શ્રીફળ ત્યાં મૂકી જઈશ. ત્યારબાદ બાપજીને પેટમાં અને બાળકોને પેટમાં દુખતું બંધ થઈ ગયું. તેમને વિશ્વાસ બંધાઈ ગયો કે આ દાદા નો પ્રકોપ હતો જેના કારણે દુખાવો આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે તે ઘરેથી ચાલતા ગેળા હનુમાન દાદાના મંદિરે આવ્યા અને જે શ્રીફળ ફોડ્યા હતા. તેના કરતાં ડબલ શ્રીફળ તેમને હનુમાન દાદાને અર્પણ કર્યા. ક્રોધમાં કહ્યું કે તારા આશીર્વાદ માટે જો પહાડ થતો હોય તો કરી નાખજે એવું કહ્યું ત્યારથી ધીરે ધીરે આ શ્રીફળનો પહાડ બન્યો છે. અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે બધાને મનોકામના પૂર્ણ થાય છે.
- Hanuman Jayanti: ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં હનુમાન દાદા પોતાની પત્ની સાથે બિરાજમાન છે
- પાટણમાં ગુણવંતા હનુમાનની નવખંડની પલ્લી ભરાઈ, મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો