બનાસકાંઠા: જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો (luxury bus and truck Accident) હતો.આજે વહેલી સવારે અમદાવાદ પાલનપુર નેશનલ હાઇવે પર (Accident on Ahmedabad Palanpur National Highway) આવેલ કણોદર પાસે આજે રાજસ્થાનના રામસીનથી અમદાવાદ લકઝરી બસ જઈ રહી હતી તે દરમિયાન કણોદર પાસે એરંડા ભરેલી ટ્રકની સાથે ધડાકા ભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
કાણોદર પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 3ના મોત 10 ઈજાગ્રસ્ત - Accident in Palanpur
પાલનપુર અમદાવાદ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે કણોદર પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો (luxury bus and truck Accident) હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા તેમજ 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા પાલનપુર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના સ્થળે ત્રણ લોકોના મોત: પાલનપુર-અમદાવાદ હાઇવે પર સર્જાયેલ અકસ્માત માં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત થયા હતાં.તેમજ 10 થી વધુ લપકોને ઇજા થતાં સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે સારવાર માટે ખસેડયા હતા.તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહતની કામગીરી હાથ ધરાઈ હતી.
વધતા જતા અકસ્માતોને લઈ ભય: બનાસકાંઠા જિલ્લામાં હાલ એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે. ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતનોને લઈ હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.