- ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનાસકાંઠાની મુલાકતે
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું
- રાજ્યપાલે BSF કેમ્પસ ખાતે દાંડી થી દિલ્હી રાજઘાટ જઈ રહેલી સાયકલ રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું
- સીમા સુરક્ષાદળ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી કરાઈ
દાંતીવાડાઃ આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. ગુજરાત રાજ્યના રાજ્યપાલની દાંતીવાડા ખાતે મુલાકાત લઇ દાંતીવાડા BSF જવાનો તેમજ ખેડૂતો સ્વાગત કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલ બીએસએફ કેમ્પ ખાતે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ દાંતીવાડા ખાતે પહોંચેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજના પ્રસંગે ખાસ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સીમા સુરક્ષાદળ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી
સીમા સુરક્ષાદળ દ્વારા સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પુરા થવાની ખુશીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે.,જે અંતર્ગત આજે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દાંતીવાડાના બીએસએફ કેમ્પસ આવી પહોંચ્યા હતાં. રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું ત્યાર બાદ દાંડીથી દિલ્હીના રાજઘાટ જઈ રહેલી BSFના જવાનોની સાઇકલ રેલીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
સાયકલ રેલીમાં જોડાયેલા બી.એસ.એફ.ના જવાનોને અભિનંદન
રાજ્યપાલે સાયકલ રેલીમાં જોડાયેલા બી.એસ.એફ.ના જવાનોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આ સાયકલ યાત્રાથી સમાજને નવી પ્રેરણા મળશે. જે લોકો પોતાનો ઈતિહાસ યાદ રાખે છે તેઓ જ ઈતિહાસ રચી શકે છે. દેશભરમાં આવી યાત્રાઓનું આયોજન કરી કુરીતિઓ સામે નવજાગરણ લાવીએ. બીએસએફ કેમ્પસમાં સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગેની જાગૃતિના સેમિનાર યોજાયો
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગેની જાગૃતિના સેમિનારમાં રાજ્યપાલને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ બળદગાડાની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતાં. જ્યાં રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની મહત્વતા તેમજ તેની આધુનિક યુગમાં જરૂરિયાત કેટલી છે તે સમજાવી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ ખેડૂતોને સમજાવ્યા હતાં અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવાનું આહવાન કર્યું હતું. ત્યાર બાદ રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરી પંચસ્તરીય મોડલ બનાવનાર ખેડૂતોને સન્માનિત કર્યાં હતાં અને એમને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચોઃ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સામે લોકાયુક્તમાં ફરિયાદ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું - Dantiwada BSF
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતાં, જ્યાં તેમને દાંતીવાડા BSF કેમ્પસ ખાતે દાંડીથી દિલ્હીના રાજઘાટ જઈ રહેલી સાયકલ રેલીનું ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતીના સેમિનારમાં પહોંચી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું