બનાસકાંઠા જીલ્લામાં અપમૃત્યુની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ડીસા તાલુકાનાં કંસારી ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની છે. કંસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા દીપકકુમાર કેશુભાઈ ખંડવીએ બુધવારના રોજ અગમ્ય કારણોસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ડીસાના કંસારી ગામે સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા
ડીસાઃ કંસારી ગામમાં આરોગ્ય વિભાગના એક કર્મચારીએ અગમ્ય કારણોસર PHC સેન્ટરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાના કંસારી ગામે સરકારી કર્મચારીએ કરી આત્મહત્યા
આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં ઘટનાથળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે અને આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.