ગુજરાત

gujarat

ETV Bharat / state

Gopal Ratna Award 2021: બનાસકાંઠાના નિરક્ષર પશુપાલક મહિલાએ 6 કાંકરેજી ગાય અને બન્ની નસ્લની 14 ભેંસ તૈયાર કરતા મળ્યો એવોર્ડ - કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલા

હવે નિરક્ષર મહિલાઓ પણ પશુપાલનના વ્યવસાયમાં ઘણી જ આગળ વધી રહી છે. બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તાર સુઈગામના સનાલીપરા વિસ્તારમાં પણ મહિલાઓ આ વ્યવસાયમાં આગળ વધી રહી છે. અહીં રહેતા એક નિરક્ષર મહિલાએ (Banaskantha's illiterate pastoralist woman) 10 વર્ષ પહેલા 2 પશુઓથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. આ મહિલાએ દેશી ઓલાદના 6 કાંકરેજી ગાય અને બન્ની નસ્લની 14 ભેંસ (Six Kankreji cows and 14 buffaloes of Bunny breed) તૈયાર કરી છે. તેમની આ કામગીરીને ધ્યાનમાં રાખી કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલાના હસ્તે તેમને ગોપાલ રત્ન એવોર્ડ (Gopal Ratna Award 2021) અને 2 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Gopal Ratna Award 2021: બનાસકાંઠાના નિરક્ષર પશુપાલક મહિલાએ 6 કાંકરેજી ગાય અને બન્ની નસ્લની 14 ભેંસ તૈયાર કરતા મળ્યો એવોર્ડ
Gopal Ratna Award 2021: બનાસકાંઠાના નિરક્ષર પશુપાલક મહિલાએ 6 કાંકરેજી ગાય અને બન્ની નસ્લની 14 ભેંસ તૈયાર કરતા મળ્યો એવોર્ડ

By

Published : Nov 29, 2021, 11:43 AM IST

  • બનાસકાંઠામાં સુઈગામના સનાલીપરાનાં પશુપાલક મહિલા ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત
  • 10 વર્ષ પહેલાં 2 પશુઓનું ઘરે જ બ્રિડિંગ કરી દેશી ઓલાદની કાંકરેજી ગાયો 6 તથા બન્ની નસ્લની 14 ભેંસો તૈયાર કરી
  • કેન્દ્રિય પુરષોત્તમ રૂપાલાના હસ્તે એવોર્ડ અને 2 લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

બનાસકાંઠાઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા સુઈગામ ગામના સનાલીપરા વિસ્તારમાં રહેતાં નિરક્ષર મહિલાએ (Banaskantha's illiterate pastoralist woman) 10 વર્ષ અગાઉ 2 પશુઓથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમાંથી પોતાના ઘરે જ બ્રિડિંગ કરી દેશી ઓલાદની 6 કાંકરેજી ગાયો તથા બન્ની નસ્લની 14 ભેંસો (Six Kankreji cows and 14 buffaloes of Bunny breed) તૈયાર કરી હતી. તેમની આ કામગીરીની નોંધ લઈને તેમને ગોપાલ રત્ન એવોર્ડ (Gopal Ratna Award 2021) તથા 2 લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો હતો.

10 વર્ષ પહેલાં 2 પશુઓનું ઘરે જ બ્રિડિંગ કરી દેશી ઓલાદની કાંકરેજી ગાયો 6 તથા બન્ની નસ્લની 14 ભેંસો તૈયાર કરી

આ પણ વાંચો-Rashtriya Gokul Mission 2021 ગુજરાતમાં લાવશે ક્રાંતિ, ઉદ્યોગસાહસિકોને મળશે સહયોગ

મોંઘીબેને ઘરે જ બ્રિડિંગ કરી 20 પશુ તૈયાર કર્યા

સુઈગામ ગામનાં સનાલીપરા વિસ્તારમાં રહેતા નિરક્ષર મોંઘીબેન વર્ધસિંહ રાજપૂતે 10 વર્ષ પહેલાં 1 ગાય અને 1 ભેંસથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી (Monghiben Rajput prepared Kankreji cow and Bunny breed buffalo at home) હતી. તેમના પતિ વર્ધસિંહ નાગજીજી રાજપૂત અત્યારે ગુજરાત રાજ્યના પશુપાલન ખાતામાં લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ તેમના પત્ની મોંઘીબેને પોતાના ઘરે જ બ્રિડિંગ કરી 20 પશુઓ તૈયાર કર્યા છે, જેમાં દેશી ઓલાદની કાંકરેજી 6 ગાયો તથા બન્ની નસ્લની 14 ભેંસો છે. તેઓ હાલમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય (Business of animal husbandry by scientific method) કરતા હોવાથી તેઓને બનાસ ડેરી દ્વારા ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા એવોર્ડ મળ્યા છે.

ભારત સરકારના પશુપાલન ખાતાએ મોંઘીબેનના પશુપાલનનો સરવે કર્યો હતો

આપને જણાવી દઈએ કે, ભારત સરકારના પશુપાલન ખાતાએ રાષ્ટ્રીય ગોકુળ મિશન (The Gopal Ratna Award was launched by the Department of Animal Husbandry, Government of India) અંતર્ગત પશુઓની દેશી ઓલાદોનું સંવર્ધન થાય તે હેતુથી ભારતના જુદા જુદા ઝોન વાઈઝ ગોપાલ રત્ન એવોર્ડ (Gopal Ratna Award 2021) આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેનો સરવે ભારત સરકારના પશુપાલન ખાતા દ્વારા તથા NDDB (નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ) દ્વારા કરવામાં આવે છે. આ બંને વિભાગે મોંઘીબેનના પશુપાલનનો પણ સરવે કરતા એવોર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.

કેન્દ્રિય પુરષોત્તમ રૂપાલાના હસ્તે એવોર્ડ અને 2 લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

આ પણ વાંચો-મોડાસાના ભામાશા હોલ ખાતે પશુપાલન પ્રધાન ની અધ્યક્ષતામાં “ગરીબોના બેલી” કાર્યક્રમ યોજાયો

આણંદમાં પશુપાલક મહિલાનું કરાયું સન્માન

આને લઈ NDDB આણંદ ખાતે 26 નવેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં પશ્ચિમ ઝોન (રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા) માંથી ગુજરાતના સુઈગામનાં વતની મોંઘીબેન વર્ધસિંહ રાજપૂતની ગોપાલ રત્ન એવોર્ડ (Gopal Ratna Award 2021)માં તૃતીય સ્થાન માટે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલાએ (Union Minister Purshottam Rupala) આ મહિલાને ગોપાલ રત્ન એવોર્ડ (Gopal Ratna Award 2021) અને 2 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. મોંઘીબેન રાજપૂત પોતે નિરક્ષર (Banaskantha's illiterate pastoralist woman) હોવા છતાં બે સમયનું થઈને 120 લીટર દૂધનું ઉત્પાદન મેળવે છે, જેમાં 80 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને અન્ય ઘરે બેઠા વેચાણ કરી મહિને 1.50 લાખ રૂપિયા કમાય છે. આમ, મોંઘીબેન સારી એવી આવક મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

ABOUT THE AUTHOR

...view details