રોજીંદા વ્યવહારમાં ક્યારેક નાની એવી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે. આવી જ બેદરકારીએ ડીસાના એક વેપારીને દોઢ લાખના ખાડામાં ઉતારી દીધો છે. ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં સોના-ચાંદીના દાગીના બનાવતા યોગેશભાઈ સોની નિત્યક્રમ મુજબ તેમની દુકાન વધાવીને ઘરે ગયા હતા અને બીજે દિવસે જ્યારે દુકાને આવીને તાળું ખોલી દુકાનમા જોયું તો દોઢ લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ ગઈ હતી. ચોરાયેલા મુદ્દામાલમાં ચાંદી અને તાંબાનો સમાવેશ થાય છે.
ડીસામાં સોના-ચાંદીના વેપારીને બેદરકારી પડી ભારે, દોઢ લાખના મુદ્દામાલની ચોરી - latest gujarat crime news
બનાસકાંઠા: ડીસા શહેરના હાર્દસમા ગાંધીચોક વિસ્તાર નજીક એક સોના-ચાંદીના દાગીના બનાવતી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો આ દુકાનમાંથી અંદાજિત રૂપિયા દોઢ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. પોલીસે આ ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસામાં સોના-ચાંદીના વેપારીને બેદરકારી પડી ભારે, દોઢ લાખના મુદ્દામાલની ચોરી
યોગેશભાઈ પોતાની દુકાન વધાવ્યા બાદ તેમના તાળાંની ચકાસણી કર્યા વગર જતા રહ્યા હોવાના લીધે તેમણે ખુદને પણ ખબર નહોતી કે તેમની દુકાનનું શટર ખુલ્લુ છે.અને તસ્કરોએ તેમની આ બેદરકારીનો ફાયદો ઉઠાવીને આસાનીથી દુકાનમાં પ્રવેશ કરીને હાથ ફેરો કરી ગયા હતા. યોગેશભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે આ ઘટનાને પગલે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.