પાલનપુરમાં મોડી રાત્રે ઘર તરફ જઈ રહેલા સોના ચાંદીના વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લુંટ કરી હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ગઠામણ ગેટ પાસે આવેલ આર સી જ્વેલર્સના માલિક રાજુભાઈ પટેલ મોડી રાત્રે પોતાની દુકાન બંધ કરી બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતાં. તે સમયે અચાનક કારમાં આવેલા શખ્સોએ તેમના બાઇકને ટક્કર મારી પાડી દીધા હતાં. બાઇક પરથી પટકાયેલા રાજુભાઈ પટેલ કંઈ પણ સમજે તે પહેલાં જ કારમાંથી ઉતરેલા અજાણ્યા શખ્સોએ તેમને ધક્કો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી અને તેમની આંખમાં મરચાની ભૂકી નાખી દસ તોલા સોનાના દાગીના ભરેલો થેલો લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. આ બનાવથી હતપ્રત બનેલા વેપારી રાજુભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પાલનપુરમાં મરચાની ભૂકી નાખી 10 તોલા સોનાની લૂંટ ચલાવી લૂંટારૂ ફરાર - gold Robbery
બનાસકાંઠા: પાલનપુરમાં મોડી રાત્રે એક લૂંટની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા શખ્સોએ સોના-ચાંદીના વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકી નાખી દસ તોલા સોનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં . જે ઘટનાને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
10 તોલા સોનાની લૂંટ ચલાવી
આ બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પાલનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત રાજુભાઈને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. તેમજ લૂંટની સમગ્ર ઘટનાને લઇને પોલીસે અજાણ્યા લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Last Updated : Nov 23, 2019, 7:14 AM IST