ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે હજુ સુધી વરસાદ ન આવતા ચારે બાજુ પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે વર્ષથી વરસાદના આવતા જળસંકટની મોટી સમસ્યા છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થઇ હોવા છતાં હજુ સુધી વરસાદના આવતા બનાસકાંઠા જિલ્લામાં મુશ્કેલીની સમસ્યા સર્જાઇ છે.
બનાસકાંઠામાં મેઘરાજાને મનાવવા ઢુંઢિયા બાપજીની પૂજા કરાઈ
બનાસકાંઠા: આ વર્ષે ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદ પડવાના કારણે પાણીની મોટી તંગી સર્જાઇ છે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ ડીસામાં મહિલાઓ દ્વારા ઢુંઢીયા બાપજીની વરસાદ માટે પૂજા કરવામાં આવી હતી.
આ વર્ષે પણ વરસાદ નહીં આવે તો પાણી માટે મોટી સમસ્યા સર્જાશે. વર્ષો પહેલા વરસાદ લાવવા માટે ગામડાના લોકો એક લોટો પાણી ભરીને ઘરે ઘરે જઈ બાજરી, લોટ અને પૈસા ભેગા કરી લોકોમાં દાન કરતા હતા. જેના કારણે પુણ્ય થાય અને મેઘ વર્ષે. ત્યારે ડીસા શહેરમાં આવેલ ગ્રીન સીટી સોસાયટીની મહિલાઓ દ્વારા એકત્ર થઇ ઢુંઢીયા બાપજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેમાં આ મહિલાઓ એકત્ર થઇ સોસાયટીઓમાં ફરી ઘઉં બાજરી અને લોટ ઉઘરાવી ગરીબ લોકોમાં દાન કર્યું હતું. તેમજ ઢુંઢિયા બાપજીને વરસાદ માટે પ્રાર્થના કરી હતી.