ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં કુમળી વયના બાળકને અંધશ્રદ્ધાનો ડામ...

બનાસકાંઠાઃ 21મી સદીમાં પણ લોકો હજુ અંધશ્રદ્ધામાં જીવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બનાસકાંઠામાં નાના બીમાર બાળકોને ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધાના કારણે કેટલાય બાળકો વધુ બીમાર થઈ રહ્યા છે.

કુમળી વયના બાળકને અંધશ્રદ્ધા નો ડામ.

By

Published : Jun 2, 2019, 7:47 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સામાજિક અને શૈક્ષણિક વિકાસ વધી રહ્યો છે, પરંતુ આજે પણ જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં લોકો અશિક્ષિત હોવાના કારણે હજુ પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં નાના બાળકો જ્યારે બીમાર થાય છે ત્યારે ગરમ સળિયા કે ચિપિયા વડે ડામ આપી સાજા કરવાની અંધશ્રદ્ધા હજુ પણ લોકોમાં જોવા મળે છે, તો ડીસાની હોસ્પિટલોમાં અત્યારે પણ મહિનામાં પંદરથી વીસ દર્દીઓ એવા આવે છે કે, જેના પરિવાર દ્વારા બીમાર બાળકોને શરીર પર ડામ આપવામાં આવતા હોય છે.

કુમળી વયના બાળકને અંધશ્રદ્ધા નો ડામ.

આ મામલે લોકોમાં જાગૃતિ આવે તે માટે તબીબો દ્વારા પણ અનેકવાર પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ લોકો હજુ સુધી અંધશ્રદ્ધામાંથી બહાર આવતા નથી અને નાના બાળકોને સામાન્ય તાવ, ખાંસી, ઉધરસ કે કોઈપણ પ્રકારની બિમારી થાય તો તેઓને સીધા જ ડામ અપાવવા માટે લઈ જાય છે.

હાલની જો વાત કરવામાં આવે તો ડીસામાં 10થી વધુ બાળકોની હોસ્પિટલો આવેલી છે. જેમાં મહિનામાં અંદાજે 20થી પણ વધુ આવા શરીરે ડામ આપેલા બાળકો સારવાર માટે આવતા હોય છે. તેઓને તેમના પરિવાર દ્વારા ડામ આપી સાજા કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, પરંતુ મોટેભાગે ડામ આપ્યા બાદ આવા બાળકો વધુ બિમાર થતા હોય છે અને તેઓને હોસ્પિટલમાં દસથી પંદર દિવસ સુધી દાખલ રાખી સારવાર આપવામાં આવતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details