- ભાભર નગરપાલિકાની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- નગરપાલિકાની ચૂંટણી અગાઉ થયો વિવાદ
- કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરે ભાજપના ચૂંટાયેલા સભ્યો પર કર્યા આક્ષેપ
બનાસકાંઠાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે આગામી સમયમાં પાલનપુર, ડીસા અને ભાભર ખાતે ચૂંટણી યોજાશે. ભાભર ખાતે 17,000 વોટ બેન્ક ધરાવતી નગરપાલિકામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે, જેને લઈને જંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત 5 વર્ષની ટર્મમાં ભાભર ખાતે 24 બેઠક પર સ્થાનિક લોકોએ ભાજપને વિજેતા બનાવ્યા હતા, પરંતુ 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક વિસ્તારોમાં કામ બાકી રહેતા હાલ ભાજપ પક્ષ પર સ્થાનિક લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
ગેની ઠાકોરે ભાજપના ચૂંટાયેલા સભ્યો પર કર્યા આક્ષેપ
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે ધીરે ધીરે ગરમી વધી રહી છે અને આ ગરમીની સાથે સાથે ચૂંટણીનો માહોલ હોવાથી રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. કારણ કે, નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. ભાભર નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે ભાજપ શાસિત પાલિકાના સભ્યો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાભર નગરપાલિકામાં 5 વર્ષના શાસનમાં ભાજપ સમસ્યાઓ હલ કરવામાં તો નિષ્ફળ ગઈ છે, પરંતુ ચૂંટાયેલા સભ્યો દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, ક્લબો અને કોન્ટ્રાક્ટ ચલાવે છે.
ગેની ઠાકોરે ભાજપના ચૂંટાયેલા સભ્યો પર આક્ષેપ કર્યા સ્થાનિક લોકોની પરિવર્તનની આશા
ગેની ઠાકોરે વધુમાં જણાવ્યું કે, ભાભરની જનતા ભાજપના શાસનથી કંટાળી ગઈ છે. જેથી આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ભાભરના લોકો પરિવર્તન લાવશે.