બનાસકાંઠાઃ જિલ્લામાં જેટલા ઝડપથી કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યાં છે, પરંતુ કોરોના ગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. જેમાં ગઠામણ ગામના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતા આ ગામ હવે મુક્ત બની ગયુ છે. રેડ ઝોન બનેલા બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ એક જ ગામના 21 દર્દીઓને સાજા કરી ઘરે મોકલતા મોટી સફળતા હાંસલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાનું ગઠામણ ગામ કોરોના મુક્ત બન્યું - Number of Gujarat cores
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સોમેે રિકવર પણ આવી રહ્યું છે. જેમાં ગઠામણ ગામના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતા આ ગામ હવે મુક્ત બની ગયુ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના હોટસ્પોટ બનેલું પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ કોરોના મુક્ત બની ગયું છે. આ ગામમાં સૌપ્રથમ સોમાભાઈ પરમાર નામના વ્યક્તિનો લોકલ સંક્રમણથી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જો કે, બાદમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે આ ગામમાં એક પછી એક ચેપ લાગતા કુલ 21 વ્યક્તિઓને કોરોના વાઇરસની અસર થઇ હતી. જે તમામ દર્દીઓને પાલનપુરની કોવિડ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. જેમાં જેમ જેમ દર્દીઓ સાજા થયા તેમ તેમ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
છેલ્લે ચાર દર્દીઓને પણ રજા આપતા હવે આ ગામના 21 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પહોંચ્યા છે. જેથી આ ગામ હવે કોરોના મુક્ત બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એક અઠવાડિયા સુધી આ ગામમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં મળે ત્યારે આ ગામને કોરોના મુક્ત જાહેર કરી શકાશે.