બનાસકાંઠા : જિલ્લાના ભાભર તાલુકાના કુવાળા ગામે થરાદ હાઇવે પર રામદેવપીર નામની હોટલ આવેલી છે. જેમાં આજે સવારે ગેસનો બાટલો લીકેજ થતાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાને લઇ સ્થાનિકો સહિતના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભાભર તાલુકાની હોટલમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી, લાખો રૂપિયાનું નુકસાન - Bhabhar District
કોરોના મહામારી વચ્ચે ભાભર તાલુકાના કુવાળા ગામ નજીકની એક હોટલમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી. અચાનક ગેસનો બાટલો લીકેજ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ગુજરાતી સમાચાર
જે બાદમાં મામલતદાર, ટીડીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ઘટનામાં હોટલ માલિકને લાખોનું નુકસાન થયું હોવાનું મનાઇ રહ્યું છે. આ તરફ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હોટલ માલિકની માતા બબીબેન હેમતજી ઠાકોરનો આબાદ બચાવ થય હતો. આ તરફ આગની ઘટનાને હોટલ માલિકને અંદાજીત ચાર લાખથી વધુનું નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે.